શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર કરી

13

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે સાથે વેગવંતુ પણ બન્યુ છે. આ મામલે અમદાવાદના ડીઈઓએ શાળા સંચાલકોને ફાયર એનઓસી મેળવી લેવા માટે પત્ર લખ્યો છે. પત્ર માં સપષ્ટ ઉલ્લેખ કરવાની સાથે સાથે ૧૨ માર્ચનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. જેમાં ૧૨મી માર્ચ સુધી ફાયર સેફટીના સાધનો ઈન્ટોલ કરવાનું પણ સખ્ત રીતે કહેવામાં આવ્યું છે.

ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ થયા બાદ શિક્ષણ નિરીક્ષકને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે..તો બીજી તરફ શિક્ષણ પ્રધાને સ્કૂલોમાં ફાયર એનઓસી જરૂરી હોવાનું કહૃાુ છે. શિક્ષણ વિભાગે પણ બાળકોની સલામતી માટે સાથે રહીને ફાયર એનઓસી મળી રહે એ માટે પ્રાથમિકતા નક્કી કરી છે હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે એનું સખતપણે પાલન કરીશું તેવો વિશ્ર્વાસ પણ શિક્ષણ પ્રધાને દાખવ્યો છે.

Previous articleદહેગામમાં નગરપાલિકા કર્મચારીનું કોરોનાને કારણે મોત
Next articleજમીનની અંદાજિત કિંમત પર ટેક્સ લેવાના નિયમને હાઇકોર્ટમાં પડકારાયો