શબવાહિની ચોરી કેસમાં આનંદનગર પોલીસે એક એન્જીનીયર ચોરની કરી ધરપકડ

48

અમદાવાદ શહેરમાં તો હવે ચોરોએ હદ વટાવી નાંખી છે. સોના-ચાંદીના ઝવેરાત કે મોંઘી ચીજ-વસ્તુ નિંહ પણ આ વખતે તસ્કરોએ અમદાવાદના પોષ વિસ્તારમાંથી શબવાહિની ચોરી લીધી છે. ત્યારે આનંદનગર પોલીસે એક એન્જીનીયર ચોરની ધરપકડ કરી છે. અમદાવાદમાંમાં ચોર અને લૂંટારુ દિવસે ને દિવસે પોલીસને પડકાર ફેંકી રહૃાા હોય તેમ લાગી રહૃાું છે. સોનાના વેપારીઓ લૂંટાયા બાદ નાની મોટી ઘરફોડ કે વાહનોની ચોરી થતી હોવાની ઘટનાઓ દિવસ ને દિવસે સામે આવી રહી છે. ત્યારે એક ચોરે આનંદનગર વિસ્તારમાંથી શબવાહિનીની ચોરી કરીને હદ કરી નાંખી હતી. ત્યારે ચોર-લૂંટારુ એટલા બેફામ બન્યા છે કે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં પાર્ક કરેલી ૩૦ લાખની શબવાહીની ચોરીને ફરાર થઈ ગયો હતો.

પ્રહલાદનગર ખાતે ૨૪ કલાક કાર્યરત ફાયર સ્ટેશનમાં પાર્ક કરેલ શબવાહિની ચોરી થઇ જતા ફાયર અને સ્થાનિક પોલીસનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો અને નજીકના સીસીટીવીમાં પણ ચોર શબવાહિની લઈ જતા નજરે પણ પડ્યો હતો ત્યારે કલાકોમાં જ ચોરાયેલ શબવાહિની માનસી સર્કલ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજ અને શબવાહિની માનસી સર્કલથી જે સ્થળ પરથી મળી આવી હતી ત્યાં તપાસ કરતા ચોરનું પગેરું મળ્યું હતું.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ૨૫ વર્ષીય રુદ્ર ગુર્જર જેણે બીટેક એન્જીનિયિંરગનો અભ્યાસ કર્યો છે અને પ્રહલાદનગર ખાતેની આઈએમએસ નામની કંપનીમાં નોકરી કરે છે તેણે જ આ શબવાહિની ચોરી કરીને માનસી સર્કલ ખાતે બિનવારસી છોડી દીધી હતી. એન્જીનિયર આરોપી રુદ્ર ગુર્જરની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રુદ્ર ગુર્જર પોતાની નાઈટ શિટની નોકરી પુર્ણ કરી રાત્રિના સમયે પ્રહલાદનગરથી માનસી સર્કલ ખાતે ચાલતા ચાલતા ઘર તરફ જઈ રહૃાો હતો.

ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ મારમારી ઝગડો કરી રહૃાા હતા. તેનાથી બચવા માટે ફાયર સ્ટેશનની શબવાહિનીમાં તે છુપાઇ ગયો હતો અને શબવાહિનીમાં ચાવી સ્ટેરીંગમાં લગાડેલી નજરે પડ્તા તે બચવા માટે શબવાહિની લઈ ઘરે જતો રહૃાો હતો અને માનસી સર્કલ ખાતે મૂકી દીધી હતી ત્યારે આ જવાબથી પોલીસને સંતોષ નથી થઇ રહૃાો અને વધુ તપાસ શરુ કરી છે.