વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલે ફી ભરવા દબાણ કરતા વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી

44
SaurashtraKranti logo favicon
SaurashtraKranti logo favicon

સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહૃાો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દૃેવામાં આવ્યું છે. આ સાથે સ્કૂલ દ્વારા પુરી ફી ભરવા દબાણ કરાઈ રહૃાું હોવાનું હવે વાલીઓ કહી રહૃાા છે. જેને લઈને વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ડીઈઓ અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિયમ કરતા વધુ ભરવા કહેવાય રહૃાું છે. ફીને લઈ શાળામાં બાળકો સાથે ભેદભાવ કરાઈ રહૃાો છે. ફીને લઈ ઓનલાઇન અભ્યાસ પણ બંધ કરી દૃેવાયો છે. જો તમે ફી ભરશો તો જ તમારા બાળકનું સેમેસ્ટર ચાલુ કરીશું અને તેને પરીક્ષામાં બેસવા દઈશું એમ કહેવાય રહૃાું છે. વાલીઓ સરકારના નિયમ પ્રમાણે ફી ભરવા તૈયાર છે. જોકે, સ્કૂલ દ્વારા અન્ય ફી ભરવા દૃબાણ કરવામાં આવી રહૃાું છે. હજુ બંધ કરેલા ઓનલાઈન ક્લાસ પણ શરૂ કર્યા નથી. આ મામલે પહેલા પણ સ્કૂલ ખાતે વિરોધ કરી ચૂક્યા છીએ.

વ્હાઈટ લોટસ સ્કુલના વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત શાળા દ્વારા પૂરી ફી ભરવા દબાણ કરવામાં આવી રહૃાું છે. શાળાઓની દાદાગીરી સામે તેઓ અનેક રજૂઆતો કરી છે. ડીઈઓ કચેરી, એફઆરસી કચેરીના વારંવાર ધક્કા ખાઈ રહૃાા છીએ તેમ છતાં તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.