વેપારી સંગઠને નગરપાલિકા તંત્ર ને પાઠવ્યું આવેદનપત્ર…

132

અંકલેશ્વર શહેરના વેપારીઓની દુકાન શરુ કરવા માટે નગરપાલિકામાં રજૂઆત

કોરોના મહામારી ના વધી રહેલા વ્યાપ ને અંકુશ માં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ નો અમલ કરાવવામાં આવી રહ્યો છે જો કે નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે.ત્યારે અંકલેશ્વર શહેર ના વેપારીઓ એ પોતાની દુકાનો કોવિડની ગાઇડલાઇન સાથે શરુ કરવા માટે નગર પાલિકા ને લેખિત માં રજૂઆત કરી હતી,

Subscribe Saurashtra Kranti here

અંકલેશ્વર માં કોરોના મહમારીએ લોકોને ભયના ઓથા હેઠળ લાવી દીધા છે, તો બીજી તરફ દિવસ દરમ્યાન મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ ના પરિણામે કપડા, વાસણ, નાસ્તાની લારીઓ સહિતના નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ રહેતા વેપારીઓ ની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન વિકટ બની રહી છે,ત્યારે હવે તારીખ 18મી મેના રોજ કોવીડ અંગેના જાહેરનામાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે.

તેથી અંકલેશ્વર શહેર ના વેપારીઓએ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવીને તેઓના ધંધા રોજગાર શરુ કરવા માટેની રજૂઆત કરી હતી.

Read About Weather here

વેપારી સંગઠન દ્વારા આવેદનપત્ર માં જણાવવા માં આવ્યુ છે કે ધંધા રોજગાર બંધ રહેવાના કારણે અમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની છે ,કર્મચારીઓના પગાર, દુકાનનું ભાડું તેમજ ખર્ચ કાઢવા માટેનું પણ મુશ્કેલરુપ બની ગયુ હોવાનું જણાવી 18 તારીખ પછી દુકાનો ખોલવા માટે પાલિકા તંત્ર ને રજૂઆત કરી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleતારાજીની તસ્વીરી ઝલક
Next articleપાણી નિકાલની જાળીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ !