વેપારી મહામંડળ દ્વારા દાન – પુણ્યનું કાર્ય

92

તાલુકા વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ લોકોને મોક્ષ મળે તે હેતુથી દાન – પુણ્ય કરવામાં આવ્યું

સાયલા તાલુકાના વેપારી મહામંડળ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ લોકોને શાંતિ મળે તે હેતુથી વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે, આ કોરોના કાળ માં દરેક જ્ઞાતિના નાના, મોટા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેમની પાછળ સાયલા વેપારી મંડળ દ્વારા સાયલા મહાજન પાંજરાપોળમાં પશુઓને 500 મણ ઘાસ નાખવામાં આવ્યું હતું, તથા સાયલામાં આવેલ તમામ ચબુતરામાં ચણ તથા ગામમાં અન્ય અબોલ જીવ માટે લાપશી ના રંધાડા મૂકી વેપારી ભાઈઓએ દાન પુણ્યનું કાર્ય કર્યું હતું.

Subscribe Saurashtra Kranti here

હજુ પણ દુકાનદારો પાસેથી ફાળો ઉઘરાવી વધુ દાન પુણ્ય થાય અને મૃત્યુ પામેલા આત્માઓને મોક્ષ મળે તે હેતુથી અને અબોલ જીવોને પણ ચારો મળી રહે તેવું કાર્ય કરી રહ્યા છે.

Read About Weather here

તેમજ સાયલા તથા સુદામડા બનાવેલ કોવિડ સેન્ટર માં વેપારી મહામંડળ દ્વારા ફ્રૂટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે વેપારી મંડળ ના અનેક લોકો ઉપસ્થિત રહી આ દાન પુણ્ય કાર્ય માં જોડાયા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમા વાવાઝોડા ની અસર
Next articleહોમિયોપેથી ડોક્ટર દ્વારા બુસ્ટર દવાનું વિતરણ