વેક્સિન કામગીરી દરમ્યાન નાના અમાદરા પાસે શાળાની છટ તૂટી પડતા ખળભળાટ

રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here

છતની નીચે ૭ લાભાર્થી તથા વેક્સિન આપનાર નર્સિંગ સ્ટાફ દબાયો હતો

૭ લાભાર્થી અને નર્સિંગ સ્ટાફને હેમખેમ બહાર કઢાયા

હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહૃાું છે. આ માટે અનેક શાળાઓને વેક્સિનેશન સેન્ટર તરીકે બનાવાઈ છે. હાલ ગુજરાતભરની અનેક શાળાઓમાં વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં વેક્સીનેશન કાર્યક્રમ દરમિયાન અચાનક ઓરડાની છત તૂટી પડી હતી. છતની નીચે ૭ લાભાર્થી તથા વેક્સીન આપનાર નર્સિંગ સ્ટાફ દબાયો હતો.

બોડેલી તાલુકાના નાના અમાદરા પાસેના ગાંધીનગર પ્રાથમિક શાળામાં હાલ વેક્સીનેશન કાર્યક્રમ ચાલુ છે. કોરોના રસીકરણનો રાખવામાં આવેલ કેમ્પમાં વેક્સીનેશન ચાલુ હતું, ત્યારે અચાનક એક ઓરડાની છત તૂટી પડી હતી. આ સમયે રૂમમાં ૭ લાભાર્થીઓ વેક્સીન લેવા આવ્યા હતા, તે તમામ છતની નીચે દબાયા હતા. તો સાથે જ વેક્સીન આપનાર નર્સિંગ સ્ટાફ પણ છતની નીચે દબાઈ ગયો હતો. જોકે આ ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, છત ફાઈબરની હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. પણ લાભાર્થી તથા નર્સિંગ સ્ટાફને નાની મોટી ઇજા થઇ હતી.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે આ ઓરડામાં ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષથી શાળાઓમાં શૈક્ષણિક કામગીરી બંધ છે. હાલ વિદ્યાર્થીઓ આવતા ન હોવાથી અહીં વેક્સીનેશન સેન્ટર શરૂ કરાયું છે. જોકે, હાલ ક્લાસરૂમ ચાલુ ન હોવાથી દૃુર્ઘટના ટળી હતી. ફાઇબર રુફ પડતા થોડા સમય માટે રસીકરણ બંધ કરવામાં આવ્યું હતું. જગ્યા બદલીને ફરી રસીકરણ શરુ કરવામાં આવ્યું છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને…!
Next articleભૂમાફિયાઓ વિરુદ્ધ 133 એફઆઇઆર દાખલ: 317 આરોપીઓ જેલના હવાલે