વેક્સિનેશન નહીં તો પ્રવેશ નહીં…!!

વેક્સિનેશન નહીં તો પ્રવેશ નહીં...!!
વેક્સિનેશન નહીં તો પ્રવેશ નહીં...!!

અમદાવાદમાં હોટેલ- રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે વેક્સિનેશન ફરજીયાત

ત્રીજી લહેર પહેલા કોવિડ-૧૯ વેક્સિનેશન મહાભિયાનની કામગીરી શરૂ

વેક્સિન સર્ટીફીકેટ ચકાસવા હોટેલ-રેસ્ટોરાંનાં માલિકોને એસોસીએશનની અપીલ

કોરોનાની બીજી લહેરની ગતિ હવે ધીમી પડતી જોવા મળી છે. તેમજ શાળા-કોલેજો પણ ધીમે-ધીમે શરૂ થવા લાગી છે. તો બીજી બાજુ એઈમ્સનાં વડા ડો. રણદીપ ગુલેરીયાએ બુધવારે ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી હોવાથી લોકોમાં વી આશાનો સંચાર ર્થ્યો છે.

ત્યારે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થનાં ડાયરેકટર પ્રોફેસર દિલીપ માવલંકરે જણાવ્યું છે કે, મ્યુનિ.નાં સર્વે અનુસાર અમદાવાદ 82 ટકા લોકોમાં એન્ટીબોડી બની છે. જયારે ગુજરાત રાજ્યમાં આ આંકડો 75 ટકા સુધી પહોંચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

તે કારણે કોરોનાની સંભવિત ત્રીજી લહેર બિનઅસરકારક સાબિત થઇ શકે છે. પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ આ નિયમોનાં પાલનથી મુક્તિ મળી છે. હજુ સાવચેતી રાખીશું તો જ સ્વાસ્થ્યને બચાવી શકીશું. સ્વાસ્થ્યને બચાવા માટે વેક્સિનેશન પણ એટલું જ મહત્વનું છે.

અમદાવાદ મ્યુનિ. દ્વારા હમણાં થોડા સમય પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, વેક્સિન લીધેલ હશે તો જ જાહેર બાગ-બગીચા તેમજ પ્રાણી સંગ્રહાલય સહિત સાર્વજનિક સ્થાનોમાં પ્રવેશ મળશે.

અમદાવાદનાં હોટલ- રેસ્ટોરન્ટ એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ તમામ હોટેલ- રેસ્ટોરન્ટનાં સંચાલકોને પત્ર પાઠવીને જણાવ્યું કે હોટેલ- રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપતા પહેલા વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત છે.

હોટેલ- રેસ્ટોરાંમાં પ્રવેશ આપતા પહેલા તમામ લોકોના વેક્સિન સર્ટિફિકેટની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવો અને એ લોકોને પ્રવેશ ન આપવો જેને વેકસિન નહીં લીધેલ હોય.

હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ તમામ સભ્યોને વિનંતી કરી છે કે, આપણો સાથ અને સહકાર અમદાવાદ મનપા કોવિડ-૧૯ વેક્સિન મહાભિયાનની કામગીરીમાં ખુબ જ જરૂરી છે.

તહેવારો અને લગ્ન પ્રસંગની સીઝન શરુ થવા લાગી છે, જેનાં કારણે જો કોરોનાની ત્રીજી લહેર અમદાવાદમાં આવે તો ફરી સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થતિ ઉભી થઇ  શકે છે તેમજ ફરી ધંધા-રોજગાર ઠપ્પ પણ થઇ શકે છે.

વધુમાં અમદાવાદ મનપાએ સુચના પત્ર પણ જાહેર કર્યો છે કે, શહેરનાં નાગરિકો કોરોના વાઈરસનાં સંક્રમિત ન થાય તથા તેનાથી રક્ષણ મળી રહે તે માટે કોવિડ-૧૯ વેક્સિનેશન મહાઅભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આથી શહેરનાં નાગરિકોએ વહેલી તકે વેક્સિન લઇ લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની તમામ પ્રિમાઈસીસ જેવી કે એ.એમ.ટી બસ, બી.આર.ટી.એસ કાંકરિયા લેક , કાંકરિયા ઝૂ, સાબરમતી રીવર ફ્રન્ટ, સ્વીમીંગ પુલ વગેરે જગ્યાઓ પર વેક્સિન ફરજીયાત લીધેલી હોવી અનિવાર્ય છે.

શહેરમાં મોટી સંખ્યામાં હોટેલ- રેસ્ટોરન્ટ ધંધાકીય એકમો આવેલા છે. જ્યાં લોકોની અવારનવાર મુલાકાત લેવામાં આવતી હોય છે. આથી હોટેલ પ્રિમાઈસીસમાં પ્રવેશ પહેલા વેક્સિનેશન ફરજીયાત કરેલું છે. વેક્સિન સર્ટીફીકેટની વિગતવર ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ મળશે.

Read About Weather here

આમ, અમદાવાદને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા અને શહેર વેગવંતુ રાખવા માટે સંપૂર્ણ વેક્સિનેશન કરેલ નાગિરકોને જ હોટલે રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવા કડક સુચના આપવામાં આવી છે.

 આથી આ સુચનાનો અમલ દરેક હોટલ-રેસ્ટોરન્ટનાં માલિક-મેનેજર દ્વારા કરવામાં આવે તે અંગે જરૂરી જાણ કરાઈ છે. તેમજ તકેદારી લેવા અપીલ કરાઈ હતી.(૧૩.૧૨)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here