વેક્સિનેશન અને નિયમોના ચુસ્ત પાલનથી કોરોના પર નિયંત્રણ મેળવવામાં સફળ થશું : મુખ્યમંત્રી

કોરોના
કોરોના

વડાપ્રધાનની ઉચ્ચ સ્તરીય બેઠક

રાજ્યમાં હાલ ઓક્સિજનના 51 હજાર, આઇસીયુના 11,500 બેડ ઉપલબ્ધ; ટેસ્ટિંગની સંખ્યા વધારીને 1.75 લાખ કરાઈ: રૂપાણી

તમામ રાજ્યોએ સાથે મળીને કોરોના સામેની લડાઇ લડવી પડશે : વિજય રૂપાણી

કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા. બેઠકમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર અને કેરળના મુખ્યમંત્રીઓ પણ જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભેથી ખભો મિલાવીને આગળ આવી રહ્યા છે. કોરોનાકોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા 5 કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 15મી માર્ચે રાજ્યમાં 42 હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં 90 હજાર બેડ ઉપલબ્ધ છે. 1800થી વધુ કોવિડ હોસ્પિટલોમાં 11,500 આઇ.સી.યુ. બેડ અને 51 હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને 50 હજારની સામે 1.75 લાખ કરવામાં આવ્યા છે. જેમાં 70 હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે.

વિજય રૂપાણીએ આગળ કહ્યું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતો વખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે. કેંદ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોક્ધટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે.

Read About Weather here

હાલ ગુજરાતના શહેરોમાં કુલ 30,0000 જેટલા માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં 20 હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. એમ કહીને વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મોટા ભાગના દર્દીઓને હોમ આઇસોલેશન થકી સારવાર આપવાના પ્રયત્નો પણ યથાવત છે, જેમાં ગયા વર્ષનો અનુભવ કામે લાગી રહ્યો છે. હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને સંજીવની રથ તથા ટેલિમેડીસીનના માધ્યમથી આવશ્યક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. એકલા અમદાવાદમાં જ 1200થી વધારે સંજીવની રથ લોકોની સેવામાં છે, જે વરદાન રૂપ સાબિત થયા છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમાત્ર 300 રૂપિયા માટે યુવકની હત્યા !
Next articleરાજકોટમાં ચૌધરી હાઇસ્કૂલનાં મેદાનમાં 100 બેડ ઉભા કરાશે