જિલ્લાના વિરમગામ નગરપાલિકામાં વોર્ડમાંથી ટોળું લઈને આવી તારિખ ૨૫/૦૫/૨૦૧૮ ના રોજ નગરપાલિકાના નવનિર્મિત ભવનમાં તોડફોડ કરી નગરપાલિકાની મિલકતને રૂપિયા ૩.૫૦ લાખનું નુકસાન કરીને સભ્ય તરીકે ગેર વર્તન કરનાર વિરુદ્ધ પગલા લેવા ચીફ ઓફિસર વિરમગામ દ્વારા કમિશ્ર્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરની કોર્ટમાં કાર્યવાહી બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
સદસ્યોને બરતરફ કરાતા સ્થાનિક રાજકારણ ગરમાયુંનગરપાલિકાના કોંગ્રેસના બે સદસ્યોને બરતરફ કરાતા અને નજીકના સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી હોવાથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. રાજ્યના મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશનના કમિશ્ર્નર દ્વારા વિરમગામ નગરપાલિકાના જીલાણીમીયા કાસમમિયા સૈયદૃ અને મહેબુબ રસુલ ઉર્ફે ઈકબાલ રસુલ નામના સભ્યોએ ગેરવર્તણૂક આચરેલું હોવાથી નગરપાલિકાના સભ્ય પદેથી દુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.