વિરજી ઠુંમરનો મુખ્યમંત્રીને પત્ર

વિરજી ઠુંમર
વિરજી ઠુંમર

તાલુકામાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા વિરજી ઠુંમરની માંગ

ધારાસભ્ય વિરજી ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી બાબરા લાઠી અને દામનગર વિસ્તારોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ

રાજ્યમાં લોકો વેકસીનેશન કરવા આગળ આવે તેમજ ભાજપના અગ્રણીઓ પણ જનતાને વેકસીનેશન કરવા આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરતા હોય છે સારી બાબત છે પણ પૂરતો રસીનો જથ્થો ન હોવાથી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી બાબરા લાઠી અને દામનગર વિસ્તારોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરેલ છે

Subscribe Saurashtra Kranti here

અપૂરતી રસીના કારણે લાઠી વિધાનસભા વિસ્તાર હજુ 50%ની આસપાસ પણ વેકસીનેશન કરવામાં આવ્યું નથી અને તેમાં પણ બીજો ડોઝ તો હજુ મોટાભાગના લોકોને આપવામાં બાકી છે તો 18 થી 45 વય સુધીના લોકોને ક્યારે વેકસીનેશન કરાશે તેનું પણ હજુ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું નથી .

લાઠી બાબરા અને દામનગર વિસ્તારોમાં શરૂઆતમાં સીનયર સિટીઝનને વેકસીનેશન કરવામાં આવતું હતું ત્યારબાદ 45 થી વય વધુ ધરાવતા લોકોને રસી આપવામાં આવતી હતી પણ એકાએક રસીનો જથ્થો ઘટવા મંડતા વેકસીનેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Read About Weather here

છેલ્લા એક મહિનાથી અહીં તાલુકા વિસ્તાર રસીનો પૂરતો જથ્થો નહિ આવતા હજુ મોટાભાગના લોકો કે જેની ઉંમર 60 વરસથી ઉપર છે તેઓ કે જે સિનિયર સીટીઝન કહેવાય છે અને 45 થી વધુ વય ધરાવતા લોકો પણ હજુ પ્રથમ ડોઝ લેવાનો બાકી છે હાલ આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ ડોઝ મેળવ્યો હતો તેવા લોકોને માત્ર ડોઝ આપવામાં આવી રહ્યો છે અને હજુ 18 થી 45ની વય ધરાવતા લોકોને ક્યારે રસી આપવામાં આવશે તેનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું નથી. હાલ લોકોમાં વેકસીનેશન બાબતે પૂરતી જાગૃતિ આવેલ છે ત્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી લોકોને રસી મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here