વિધાનસભા સંકુલમાં હાઈપાવર કમિટીની બેઠક

મોદીની ગુજરાત મુલાકાત, દાંડી યાત્રા અને કોરોના મુદ્દાઓ પર ઉંડી ચર્ચા

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક, નીતિન પટેલ અને મુખ્ય સચિવની હાજરી

ગાંધીનગર ખાતે વિધાનસભા સંકુલમાં આજે ગુજરાત સરકારની હાઈ પાવર કમિટીની ખાસ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસથી માંડીને કોરોનાની પરિસ્થિતિ અને રસીકરણ સહિતના મુદાઓ પર સઘન ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ ખાસ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીના આગામી ગુજરાત પ્રવાસ, ઐતિહાસિક દાંડી યાત્રાની ઉજવણીનું આયોજન, કોરોના મહામારી તથા રસીકરણ વિશે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી અને નવા પગલાને આખરીરૂપ આપવામાં આવ્યું હતું. કચ્છના સોલાર પાર્ક અંગે પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી તેમ ગાંધીનગર ખાતેના ઉચ્ચ કક્ષાના સુત્રોએ જણાવ્યું હતું.