વિંછીયાનાં સોમલપર ગામે યુવાન પર ખૂની હુમલો

86
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત
ગઢકામાં મોબાઈલની લતમાં યુવક પ્રથમ માળેથી પટકાતા મોત

ખાણનાં વિજ કનેક્શનનાં રૂપિયા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી હાથ-પગ ભાંગી નાખ્યા

વિંછીયા તાલુકાનાં સોમલપર ગામે ખાણનાં વિજ કનેક્શનનાં રૂપિયા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી ગામમાં રહેતા પાંચ શખ્સોએ યુવાનને આંતરી પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરવાની કોશિશ કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિંછીયાનાં સોમલપર ગામે રહેતો ભરતભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.૩૨) નામના કોળી યુવાને જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ગામમાં રહેતા જોગા જાદવ સુસરા, મુના જોગા, મેહુલ જોગા, નયુ સાંગા, કુકા સાહબ પરમાર સહિતનાં પાંચ શખ્સોનાં નામ આપ્યા છે.

Subscribe Saurashtra Kranti here

યુવાને પોલીસમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે પોતે પોતાનું બાઈક લઇ જસદણથી પોતાના ગામ સોમલપર બાઈક લઇ આવતો હતો. ત્યારે ઉપરોક્ત શખ્સોએ પૂર્વ આયોજીત કાવતરું રચી બે અજાણ્યા શખ્સોએ પોતાનું બાઈક ભટકાડી યુવાનને પછાડી દઈ જુના મનદુઃખનો ખાર રાખી પાંચેય શખ્સોએ ધારિયા, પાઈપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી યુવાનના બંને હાથ-પગ ભાંગી નાખી માથામાં તથા શરીરે ગંભીર ઈજા કરી યુવાનની હત્યા કરવાની કોશિશ કરી પાંચેય શખ્સો નાસી ગયા હતા.

Read About Weather here

બનાવબાદ યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ જસદણ પોલીસમાં કરવામાં આવતા પી.એસ.આઈ કે.જે.રાણાએ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સોમલપર ગામે રહેતો અને ખેતી કામ કરતો ભરત સોલંકીની વાડીની બાજુમાં આવેલ પથ્થરની ખાણ ચારેક વર્ષ પહેલા ગામના કાંતી ખોડા શિયાળ પાસેથી વેચાતી લીધી હોય જેમાં વિજ હોલ્ડર જોગા જાદવ સુસર હોય આ ખાણમાં વિજ કનેક્શન સુસરાનાં નામે હોય

આ કનેક્શન રીન્યુ કરવાના રૂપિયા માંગતો હોય અને આ રૂપિયા ભરત સોલંકી આપવા માંગતો ન હોય જેથી જોગા સુસરાએ કનેક્શન કપાવી નાખતા જે બાબતે અગાઉ ભરત અને જોગા વચ્ચે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ઉપરોક્ત શખ્સોએ યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે ખૂની હુમલો કરી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી. જસદણ પોલીસે કોળી યુવાનની ફરિયાદનાં આધારે સોમલપર ગામનાં ભરવાડ પિતા-પુત્રો સહિત પાંચ શખ્સોની શોધખોળ આદરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં કુરીયરની ઓફીસમાં 21 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ત્રણ ઝડપાયા
Next articleમોરબી રોડ પર દારૂ-બિયર ભરેલું આઈસર પકડાયું