રાજ્ય સરકારે ૨૫ ટકા સ્કૂલ ફી માફી આપી હોવા છતાં અનેક સ્કૂલ સંચાલકો વાલીઓને ફી ભરવા દૃબાણ કરીને ૧૦ ઓક્ટોબર સુધીની સ્કીમ આપી રહૃાા છે. આવા સંચાલકો સામે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે. આવા સંચાલકો વિરુદ્ધ ફરિયાદૃ મળશે તો કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.
ચાલુ શૈક્ષણિક વર્ષે ૨૫% ફીમાં માફી બાદૃ ખાનગી શાળાઓ તરફથી વાલીઓ પર ૧૦ ઓક્ટોબર સુધીમાં ફી ભરવા કરાતા દૃબાણનો મામલો વધુ ગરમાયો છે. વાલીઓ પર દબાણ કરતા શાળાઓના સંચાલકોને અમદૃાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાકીદ કરતા સ્પષ્ટ શબ્દૃોમાં કહૃાું છે કે, સરકારે ફી માફી માટે કોઈ શરત મૂકી નથી. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસના ભોગે કોઈ નિર્ણય લેવો નહીં. કોઈ સંચાલક વાલીઓને ફી ભરવા દબાણ નહીં કરી શકે.
અમદૃાવાદૃ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ જણાવે છે કે, સરકાર દ્વારા સ્કૂલ ફી માફીને લઈ હજુ કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ફી ભરવાની કોઈ તારીખ પણ નક્કી કરાઈ નથી. બીજું કે મીડિયાના માધ્યમથી નિકોલની ડીવાઇન સ્કૂલની ૧૦ ઓક્ટોબર સુધીમાં ફી ભરવાની વિગત મળી છે. વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. આ મામલે ફરિયાદ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે ફી ઘટાડો થવાનો છે તે વાર્ષિક ધોરણે થવાનો છે. જેથી જે કોઈ વાલી પાસે ફી ભરવાની સગવડ ન હોય તો જે તે સંસ્થાએ વિદ્યાર્થીઓના હિતમાં ફી ભરવા સમય આપવો જોઈએ.