વાપી લગ્ન પ્રંસગમાં કોરોના વિસ્ફોટ, 122માંથી 16 પોઝિટિવ

19
corona-MARRIAGE-VAPI-લગ્ન
corona-MARRIAGE-VAPI-લગ્ન

Subscribe Saurashtra Kranti here.

વાપીના ૨ ઉધોગપતિ પરિવારે ગોવામાં લગ્નપ્રસંગ રાખ્યો હતો

ગોવામાં લગ્ન પ્રસંગ માં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત થતાં ચકચાર મચી ગઈ છે. વલસાડ જિલ્લામાં ૧૬ કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. મોટા ભાગના એકજ કુંટુબના હોવાથી લોકોમાં વધુ ડર વ્યાપી રહૃાો છે.

વાપીના ૨ ઉધોગપતિ પરિવારે ગોવામાં મેરેજ રાખ્ય હતા જેમાં વાપી સહિત વલસાડ જિલ્લામાંથી ૧૨૨ લોકો લગ્નમાં ગોવા ગયા હતા. પ્રસંગમાંથી પરત આવતા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.

Read About Weather here

વલસાડ આરોગ્ય વિભાગની તપાસ માં ૧૬ જાનૈયાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના પોઝિટિવમાંથી મોટા ભાગના જે પરિવારો નાજ સભ્યો છે. આમ વાપીના ઉધોગપતિ પરિવારોનો ગોવાનો પ્રસંગ ખુશીઓની સાથે સાથે કોરોના સંક્રમણ વહેંચણીનો પ્રસંગ પણ બની રહૃાો હતો. હાલ તો આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here