વાઘોડિયા તાલુકામાં 19 શિક્ષકો કોરોનાગ્રસ્ત…

32
Corona-Positive-Case-વાઘોડિયા
Corona-Positive-Case-વાઘોડિયા

Subscribe Saurashtra Kranti here

વાઘોડિયા પ્રા. આરોગ્ય કેન્દ્રના આયુષ મહિલા ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા

વાઘોડિયામાં કોરોનાએ કહેર મચાવતા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૧૯ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થતાં શિક્ષક જગતમાં ખળભળાટ ફેલાયો છે. લીમડા પ્રા.શાળામાં એક સાથે ત્રણ શિક્ષિકાઓ કોરોના પોઝિટિવ આવતા અન્ય શિક્ષકો હોમક્વોરન્ટાઈન થઈ ગયા છે. હાલ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પણ વિદ્યાર્થીઓએ ઘરે બેઠા આપી છે. તાલુકાની વિવિધ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં કુલ મળી ૧૯ શિક્ષકો-શિક્ષિકાઓ કોરોનાથી સંક્રમિત થતાં બાળકોને શાળામાં આવવાની મનાઈ ફરમાવી છે. પરંતુ શાળામા અન્ય સહ શિક્ષકોને ફરજ પર હાજર રહે છે.

Read About Weather here

શાળામાં આવતા શિક્ષકો કોરોના સંક્રમિત થતાં શાળાને સેનેટાઈઝ કરાવી છે. જોકે કોરોનાના સુપર સ્પ્રેડરને હવે આરોગ્ય વિભાગ શોધી રહૃાુ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વકરતા તેની પર કાબૂ મેળવવો આરોગ્ય કર્મચારી માટે ચેલેન્જ બની રહૃાો છે. લોકોના આરોગ્યની ચિંતા કરનાર અને સારવાર કરનાર ડૉક્ટરો પણ કોરોના સંક્રમણથી બચી શક્યા નથી. વાઘોડિયા પ્રા. આરોગ્ય કેન્દ્રના આયુષ મહિલા ડૉક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે. તો રુસ્તમપુરા પ્રા. આરોગ્ય કેન્દ્રના મહિલા ડૉક્ટર પણ કોરોનાથી સંક્રમિત થતાં આરોગ્ય વિભાગમાં ડૉક્ટરોની અછત વર્તાઈ રહી છે. જ્યારે ગોરજ પ્રા. આરોગ્ય વિભાગના ડૉક્ટર પણ રજા પર ઊતર્યા છે. આશાવર્કરો, આંગણવાડી કાર્યકરો તથા હેલ્થ વર્કરોના માથે મોટી જવાબદારી આવી પડી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here