વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

59

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ આ પહેલા ખેડૂતોના દેવા માફ કરવા અંગે માંગણી કરવામાં આવી હતી. ખેડૂત હિત રક્ષક દળના કો-ઓર્ડીનેટર યાકુબ ગુરૂજીએ આ પહેલા એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂત પીસાઈ રહૃાો છે અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો છે પરંતુ સરકાર આ બાબતે કુંભકર્ણની અવસ્થામાં છે ખેડૂતો પોતાના હક માટે જાગૃત બને એ માટે જ ખેડૂત ચેતના યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાના તથા આસપાસના ખેડૂતો જોડાયા હતા.

ત્યારે હવે ભરૂચના વાગરા તાલુકામાં રૂપિયા ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળે આરોપ લગાવ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લીંબડી, અંભેલ અને પખાજન ગામે રૂપિયા ૫૦૦ કરોડનો જમીન કોભાંડ થયાનું ભરૂચના ખેડૂત હિતરક્ષક દળ દ્વારા સરકાર અને ભરૂચ તંત્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે.

ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આજે યોજાયેલી પ્રેસ વાર્તામાં કન્વિનર યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે, વાગરા તાલુકાના ત્રણ ગામમાં ખાનગી કંપનીના મેળા પીપળામાં ખેડૂતો ઉભા કરીને રૂપિયા ૫૦૦ કરોડનું કોભાંડ કરવામાં આવ્યું છે. જેમાં મરેલા ખેડૂતને પણ જીવિત બતાવીને કેટલીક જમીનોને દ્વારા સંપાદન કરવામાં આવી છે. જે બાબતે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરી છે અને એમના કહેવા પ્રમાણે તકેદારી આયોગને સબૂત પણ આપ્યા છે.