વાંકાનેરમાંથી ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ સામે આવાજ ઉઠાવનાર નગરસેવક સસ્પેન્ડ થશે ?

19

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા સામે ગંભીર આક્ષેપો કરવાનું જીતુ સોમાણીને મોંધુ પડે તેવી શકયતા : હાઈકમાન્ડે ગંભીર નોંધ લીધી

રાજકોટના સાસંદ અને ભાજપના વરિષ્ટ નેતા મોહનભાઈ કુંડારીયા વિરુદ્ધ આક્ષેપોની ઝડી વરસાવી દેનાર વાંકાનેર નગરપાલિકામાં ચુટાયેલા ભાજપના એક નગરસેવક પર શિસ્ત ભંગના પગલાની તલવાર તોળાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં આ નગરસેવકને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સહિતના પગલા લેવાની ભાજપની ટોચની નેતાગીરીમાં વિચારણા ચાલી રહી છે તેમ ભાજપમાં બેઠેલા માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું. આગામી થોડા દિવસોમાં જ નવા-જૂની થવાના એંધાણ દેખાય રહ્યા છે.

અત્રે એ યાદ કરવું જરૂરી છે કે વાંકાનેર ભાજપના નગરસેવક જીતુભાઈ સોમાણીએ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખને એક પત્ર પાઠવ્યો હતો જેમાં ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાને લઇને કેટલાક આકરા વિધાનો અને આક્ષેપો કરવામ આવ્યા હતા. જેના કારણે સમગ્ર જીલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જીતુ સોમાણીએ એવું વિવાદી વિધાન કર્યું હતું કે મોહનભાઈ ઝેરીલો માણસ છે અને ગમે ત્યારે ગમે તેનું કરાવી નાખે તેવો છે. હું લોહાણા સમાજનો છું એટલે મોહનભાઈ કિન્નાખોરી રાખી મારી રાજકીય કારકિર્દી ખત્મ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.

મોહનભાઈએ એવો જવાબ આપ્યો હતો કે જીતુ સોમાણી પોતાની ભૂલો છુપાવવા અને ધ્યાન બીજે ખેચવા આક્ષેપો કરી રહ્યા છે. હું એટલું જ કહીશ કે તમારા આક્ષેપ તમને મુબારક. આ પ્રકરણ ભાજપમાં રાજ્યકીય ગરમાવો લાવી રહ્યું છે. જાણકાર સુત્રો કહે છે કે, જીતુ સોમાણી સામે ભાજપ નેતાગીરી કડક પગલા લેશે અને કદાચ પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દેવાય.

Previous articleપ્રદિપ ડવ, બાબુ ઉધરેજા, નરેન્દ્ર ડવ કે જીતુ કાટોડીયા?
Next articleશિયાળામાં કુણો લાગુ છું અને હવે ફેરવી લો છો મોઢું