વલસાડ જિલ્લા પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો

38

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ વારંવાર ખુલી જાય છે. માત્ર સરકારી કાગળિયે દારૂબંધી હોય તેવા કિસ્સા અનેકવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આજે વલસાડ જિલ્લા પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. અિંહ જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાને આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાનૂની રીતે તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાના વલસાડ ગ્રામ્ય, વલસાડ શહેર અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં વલસાડ જિલ્લા પોલીસે પકડેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજે પોલીસે વલસાડ નજીક આવેલા મેદાનમાં આ વિદેશી દારૂના જથ્થાને એકઠો કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લાના ડુંગરી વલસાડ ગ્રામ્ય અને વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષમાં પોલીસે કરેલા ૧૨૧૨ કેસોમાંથી ઝડપાયેલા અંદાજે રૂપિયા ૩ કરોડ ૬ લાખ ૫૧ હજાર ૭૪૫ની કિંમતની ૨ લાખ ૪૪ હજાર અને ૩૬ વિદેશી દારૂની બોટલોના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. આમ કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરતી વખતે વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહૃાા હતા.