વલસાડમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો

42

વલસાડમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપર પર વર્ષ ૨૦૧૯માં પોલીસે દરોડો પાડી તેને બંધ કરાવી દીધું હતુ, પરંતુ નફટ સંચાલિકાએ તેનું નામ બદલી ફરીથી આ વેપલો વલસાડમાં શરૂ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આ વેપલો બે રોકટોક ચાલી રહૃાો હતો. જેની જાણ વલસાડ એલસીબીને થતાં તેમણે ત્યાં દરોડો પાડી આ વેપલો બંધ કરાવ્યો હતો.

એલસીબી એ પાડેલા દરોડામાં સ્પામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદૃુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી ૨ સિક્કીમ અને ૨ મુંબઇની યુવતીને પકડી પાડી હતી. આ યુવતીઓનું નિવેદૃન લઇ પોલીસે તેમને મુક્ત કરી હતી. પુનમે સાંઇ લીલા મોલમાં ચાલતું આ સ્પા અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પાના નામે ચાલુ કર્યું હતુ.

જેના પર દરોડા બાદ તેણે ધ લક્ઝરી સ્પા એન્ડ વેલનેસના નામે સ્પાની આડમાં કુટણખાનુ ફરીથી શરૂ કર્યું હતુ. જેના પર પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસ દ્વારા હાલ તમામ ની અટકાયત કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે અને સંચાલિકા ને ઝડપી પાડવા માટે ના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા સંચાલિકા ના જામીન રદૃ થાય અને પાસા એક્ટ મજબ વધુ કાર્યવાહી હાથ ધરી છે