વલસાડમાં દિપડાનો આતંક: લોકોમાં ભય, ઠેર-ઠેર પાંજરા ગોઠવાયા

14
valsad-dipado-દિપડા
valsad-dipado-દિપડા

Subscribe Saurashtra Kranti here

જિલ્લામાં દિપડાઓ અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહૃાાં છે

વલસાડ જિલ્લામાં દિપડાઓનો આંતક વધી રહૃાો છે. રાતના જ નહિ, પરંતુ દિવસના સમયમાં પણ હવે દિપડાઓ દેખાવાને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ઉનાળો શરૂ થતાની સાથે દીપડાઓ જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ઉનાળાના સમય દરમિયાન જંગલ વિસ્તારમાં પીવાના પાણીના અભાવના કારણે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પીવાનું પાણી તથા શિકારની શોધમાં આવી ચઢે છે. ત્યારે વલસાડ જિલ્લાના ગામમાં ખૂંખાર દીપડાઓનો આંતક વધી રહૃાો છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના ગામડાઓ અને આસપાસના વિસ્તારમાં હીંસક દીપડાઓ જોવા મળી રહૃાાં છે. સાથે જ ગામના છેવાડાના વિસ્તારોમાંથી આ દીપડાઓ બકરા અને અન્ય નાના પશુઓનો શિકાર કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આથી સ્થાનિક લોકોએ દીપડાઓને ઝડપવા વનવિભાગને રજૂઆત કરી છે. આથે વન વિભાગે પણ ત્વરિત પગલા લઈને પાંજરા ગોઠવી દીપડાઓને પકડવાનું અભિયાન ચાલુ કર્યું છે.

Read About Weather here

પરંતુ વલસાડ જિલ્લામાં વધતી જતી દીપડાઓની સંખ્યા વન વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહૃાાં છે. આ અગાઉ પણ અનેક વખત હિંસક દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીકથી ઝડપાઇ ચૂક્યા છે. આથી જંગલમાંથી ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓના રહેણાંક વિસ્તાર નજીક આવવાના બનાવો વધી રહૃાાં છે. ત્યારે આ બનાવો લાલબત્તી સમાન છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here