કોરોના સંક્રમણના કારણે શાળાઓ બંધ છે. જેથી ખાનગી શાળાઓ દ્વારા સ્કૂલ ફી ન વસૂલવામાં આવે તે મુદ્દે વિરોધ પ્રદૃર્શન થઈ રહૃાાં છે. વરાછા વિસ્તારમાં મહિલાઓએ ખાનગી શાળાઓની ફી માફ થાય તે માટે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો છે. એક દિવસના પ્રતિ ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ માંગ કરી છે કે, ભણતર નહીં તો વળતર પણ નહીં. જેથી ખાનગી શાળાઓ દ્વારા ફી માટે થતાં દબાણ અને ફી માફી સરકાર કરી આપે તેવી માંગ કરી છે. સરકાર દ્વારા ૨૫ ટકા ફી માફીની વાત કરવામાં આવી છે. ત્યારે મહિલાઓે કહૃાું કે, ભણતર શરૂ જ નથી થયું તો ફી પણ ન લેવાવી જોઈએ.
વરાછા વિસ્તારમાં આવેલા કારગીલ ચોક ખાતે મહિલાઓ પ્રતિક ઉપવાસ પર બેઠી છે. ફીના મુદ્દે ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની પણ માંગ કરી છે. સમગ્ર વરાછા વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ ન હોવાથી મહિલાઓની માંગ ઉગ્ર બની રહી છે.
ફીના મુદ્દે મહિલાઓ હવે મેદૃાનમાં આવી છે. કારગીલ ચોક પર મહિલાઓએ ફી માફ કરવા સહિત વરાછાના પ્રાણ પ્રશ્ર્નો પણ ઉઠાવ્યાં ચે. મહિલાઓએ સરકારી કોલેજ અને મકાનના દસ્તાવેજ કરી આપવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યાં છે.