વડોદરામાં 13 વર્ષનાં બાળક પર શૂરવીરતા બતાવનાર પોલીસ કર્મી સસ્પેન્ડ

વડોદરામાં 13 વર્ષનાં બાળક પર શૂરવીરતા બતાવનાર પોલીસ કર્મી સસ્પેન્ડ
વડોદરામાં 13 વર્ષનાં બાળક પર શૂરવીરતા બતાવનાર પોલીસ કર્મી સસ્પેન્ડ

ગાડી રોકી નીચે ઉતરી બાળકને ફડાકા માર્યા અને હાથ મરડી નાખ્યો: સીસીટીવી કેમેરા ફૂટેજનાં આધારે ‘બહાદુર’ કર્મી સામે તાકીદે પગલા

ગઈકાલે વડોદરાનાં એક વિસ્તારમાં માત્ર 13 વર્ષની વયનાં એક બાળકને બેરહેમીથી ફડાકા મારી તેનો હાથ મરડી નાખવાનાં આરોપ બદલ એક પોલીસ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

નાંદેસરી માર્કેટ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કંટ્રોલરૂમનાં અધિકારીએ જણાવ્યું હતું કે, શક્તિસિંહ પાવરા નામનો પોલીસ કર્મચારી સરકારી વાહનમાં બીજા પોલીસ સ્ટેશન પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે ઉભેલો બાળક કશું બળબળતો હતો.ત્યારે આ કર્મીએ અચાનક ગાડી રોકી નીચે ઉતરી બાળકને ફડાકાવાળી શરૂ કરી હતી.

Read About Weather here

આ અંગે ફરિયાદ થતા ઝોન-1 નાં ડીસીપીએ આ પોલીસ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો હતો અને તપાસનો આદેશ આપ્યો હતો. આ પોલીસ કર્મી છાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આ ઘટનાએ વડોદરામાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here