Subscribe Saurashtra Kranti here.
વડોદરા શહેરના રામદેવપીર ચાલીમાં ખેલાયેલા ખૂની ખેલ
વડોદરા શહેરના ભુતડી ઝાપા રામદેવપીરની ચાલીમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો.દીકરીને મળવા માટે બોલાવનાર ચાલીના યુવાનને માતા-પિતાએ યુવાનને તેના ઘરે જઇ ઠપકો આપ્યો હતો. આથ ઉશ્કેરાયેલ બે સંતાનોના પિતા એવા યુવાને યુવતીના ઘરે જઇ યુવતીના પિતાને ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવના પગલે પોલીસે આરોપીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકીથી કારેલીબાગ પોલીસ સ્ટેશનને જોડતા માર્ગ ઉપર હાથીખાના અનાજ બજારના દરવાજા પાસે આવેલી રામદેવપીરની ચાલીમાં શેરી નંબર ૨માં રહેતા ૫૦ વર્ષી દેવજીભાઈ ભલાભાઇ સોલંકી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં ૬ દીકરી અને એક દીકરો છે. જે પૈકી બે દીકરી પ્રજ્ઞાચક્ષુ છે. બુધવારે રાત્રે તેમની ૨૧ વર્ષીય દીકરી અંજલી ઘરે આવેલ મોટી મમ્મીને વિદાય આપવા બહાર નીકળી હતી. મોટી મમ્મીને ચાલી બહાર મૂકી ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન ચાલીમાં જ રહેતા અને છૂટક બુટ ચપ્પલનો વ્યવસાય કરતાં અરુણ ઉર્ફ વરૂણ પટેલ નામના ૨૬ વર્ષીય યુવાને અંજલીને રોકી મળવા માટે જણાવ્યું હતું. પરંતુ અંજલીએ હું તને શા માટે મળું. તેવો જવાબ આપી ઘરે આવી ગઇ હતી. આ અંગેની જાણ માતા પિતાને કરી હતી.
યુવતીના માતા પિતા અરૂણના ઘરે જઇ ઠપકો આપી ઘરે પરત ફર્યા હતા. દરમિયાન ગણતરીની મિનિટોમાં અરૂણ આક્રોશ સાથે ચાકૂ લઇ અંજલીના ઘરે ધસી આવ્યો હતો. અંજલીના પિતા દેવજીભાઈ સોલંકી ના પેટમાં ચાકૂના ઘા મારી ફરાર થઇ ગયો હતો.
Read About Weather here
મોડી રાત્રે રામદેવપીર ચાલીમાં ખેલાયેલા ખૂની ખેલની જાણ કારેલીબાગ પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. અને હત્યારા અરૂણ ઉર્ફ વરૂણ મહેન્દ્રભાઇ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here