વડોદરામાં બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ અંગદાનથી ૫ લોકોને મળશે જીવનદાન

4

વડોદરામાં ગુરુવારે સવારે સયાજીપુરા ખાતે સર્જાયેલા અકસ્માતમાં નવાપુરા વિસ્તારના વીરુ ગોદડીયાને જીવલેણ ઈજા પહોંચતાં તે બ્રેઈન ડેડ થઈ ગયો હતો. રૂઢીચુસ્ત માન્યતાઓમાં માનતાં માંઈભક્ત ગોદડીયા સમાજ દ્વારા બ્રેઈન ડેડ યુવકના અંગોનું દાન કરવાની આગવી પહેલ સમાજસેવી ના પ્રયાસોને પગલે કરવામાં આવી હતી. જેને પગલે વીરુના ૫ અંગોનું દાન કરવામાં આવ્યું હતું.