વડોદરામાં પતિ જેલમાં, પતિના મિત્રએ વીડિઓ બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું

41

વડોદરા શહેરમાં પતિને દારૂના ગુનામાં પાસા થતાં પતિના મિત્રની મદદ લેવી પત્નીને ભારે પડી છે. પતિ જેલમાં હોય, ઘરે પહોંચેલા તેના મિત્રએ સ્નાન કરતી મિત્રની પત્નીનું વિડીયો શુટીંગ કરી બ્લેક મેઈલીંગ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભાદરવા પોલીસે આ મામલે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવની વિગત એવી છે કે, સાવલી તાલુકાના મંજુસર ગામે રહેતી ૨૪ વર્ષીય કોમલબેને ( નામ બદલ્યું છે ) ભાદરવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ મારા લગ્ન થયા હતા અને સંતાનમાં બે બાળકો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન મારા પતિની પ્રોહિબિશનના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. આ અરસામાં પતિના મિત્ર જાહિદભાઈ રાયસંગભાઈ વાઘેલા (રહે -મંજુસર ,સાવલી, વડોદરા)ની સાથે પતિને ટિફિન આપવા ભાદરવા પોલીસ મથકે ગયા હતા.

ત્યારબાદ પતિને પાસા થઈ હતી. પતિને જેલમાં મળ્યાના બે દિવસ બાદ જાહિદ વાઘેલા મારા ઘરે આવ્યો હતો અને હું બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે દરવાજો જર્જરીત અને તિરાડ વાળો હોય તેણે વિડિયો શુટીંગ કર્યું હતું. તે દિવસે રાત્રે જાહિદ વાઘેલા તેના મિત્ર દિલીપ ઉર્ફે પપ્પુ તખતિંસહ વાઘેલા (રહે -મંજુસર, સાવલી ,વડોદરા) મારા ઘરમાં આવીને બેઠા હતા અને મારો બાથરૂમમાં સ્નાન કરતો વિડિયો બતાવ્યો હતો અને શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી.