વડોદરામાં જલ-સે-નલ યોજના અંતર્ગત ગેરકાયદે કનેક્શનની સામે માત્ર ૮૩૪ અરજીઓ આવી

36

રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ગેરકાયદે પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ, તેને નબળો પ્રતિસાદ મળી રહૃાો છે, જેમાં માત્ર ૮૩૪ લોકોએ ગેરકાયદે કનેક્શન કાયદેસર કરવા અરજી કરી છે, જ્યારે નલ સે જલ યોજના અંતર્ગત નવા પાણીના કનેક્શન માટે ૧૭૭૬ નાગરિકોએ માંગણી કરી છે.

વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થયેલા સર્વે મુજબ ૨૬ હજાર જેટલા ગેરકાયદે પાણીના કનેક્શન હોવાનું થોડા વખત પહેલા બહાર આવ્યું હતું, પરંતુ, વડોદરા શહેરમાં અંદાજે એક લાખથી વધુ પાણીના ગેરકાયદે કનેક્શન થયેલા છે, ત્યારે ગુજરાત સરકારે ગેરકાયદે પાણીના કનેક્શન કાયદેસર કરી આપવા માટેની નલ સે જલ યોજના અમલમાં મૂકી હતી.

જેમાં રૂપિયા ૫૦૦ ભરીને કાયદેસર કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ, લોકો પોતાના કનેક્શન કાયદૃેસર કરાવવા માટે કોર્પોરેશનમાં અરજી કરવા જાય છે, ત્યારે કેટલાક પુરાવા માંગી રહૃાા છે અને સાથે-સાથે કોર્પોરેશને નક્કી કરેલી કાયદેસર કરવાની ફીની રકમ પણ ભરપાઈ કરવામાં આવે છે, જેથી નલ સે જલ યોજનાને મોળો પ્રતિસાદૃ મળી રહૃાો છે.