વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ અકસ્માતમાં એક મહિલા સહિત ૩ લોકોના મોત

31

વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન ૩ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા હતા. જેમાં સરદાર એસ્ટેટ પાસે એક્ટિવ સ્લીપ ખાઇ જતા મહિલાનું મૃત્યું થયું હતું અને નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે નેશનલ હાઇવે પર અજાણ્યુ વાહને કચડી નાખતા યુવાનનું મોત થયું હતું.

વડોદરા શહેરના માણેજા ખાતે આવેલા જેડીનગરમાં રહેતા ઉષાબેન સોલંકી તેઓના પુત્ર રાજેશ સોલંકી સાથે સગાઇના પ્રસંગમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે રાજેશે એક્ટિવા પરથી કાબૂ ગુમાવતા એક્ટિવા અચાનક સ્લીપ ખાઇ જતા ઉષાબેન રોડ પર પટકાયા હતા. જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓર્થોપેડિક યુનિટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાપોદૃ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલા સેફરોન બેઝિક એપાર્ટમેન્ટમાં રહેતા ૩૮ વર્ષીય કુણાલભાઇ સોની આજોડ ગામમાં ગાયોનો તબેલો ધરાવે છે અને તેની દેખરેખ માટે તેઓ આવતા જતા હોય છે. દરમિયાન સોમવારના રોજ તેઓ પોતાના મિત્રની બાઇક લઇને આજોડ ગામ ગયા હતા. તે સમયે દરજીપુરા એરફોર્સ બ્રિજ ચડતાં અમદાવાદથી સુરત તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈએ આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.