ખ્રિસ્તી મહિલા આશ્રમમાં હિન્દુ યુવતીઓને લલચાવીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાના કારસા થઇ રહ્યાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ: ખ્રિસ્તી મિશનરી સંસ્થા દ્વારા આક્ષેપોનો ઇન્કાર કરાયો
વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં મહિલા કલ્યાણ આશ્રમ ચલાવતા ખ્રિસ્તી મિશનરી સંગઠન વિરૂધ્ધ હિન્દુ યુવતીઓનું લલચાવી ફસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યાની અને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને હાની કરી રહ્યાની મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે મધરટેરેસા સ્થાપિત આ સંસ્થા મિશનરીઝ ઓફ ચેરીટીએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લા બાલકલ્યાણ સમિતિનાં ચેરમેને બાળાઓ માટેનાં આશ્રમની મુલાકાત લીધા બાદ ધર્માંતરણની ફરિયાદ નોંધાવી છે. મકરપુરા પોલીસ તપાસ ચાલવી રહી છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આશ્રમમાં રહેતી હિન્દુ ક્ધયાઓને ખ્રિસ્તી પ્રાર્થનામાં ભાગ લેવા અને ખ્રિસ્તી ધર્મગ્રંથોનું વાંચન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. હિન્દુ ક્ધયાઓ ઈસાઈ બની જાય એ માટે આવી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
Read About Weather here
અધિકારીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્ધયા આશ્રમમાં હિન્દુ બાળાઓને ક્રોસ પહેરવાની ફરજ પાડવામાં આવે છે. એમને બાઈબલ રાખવાની અને વાંચવાની ફરજ પણ પાડવામાં આવે છે. જો કે સંસ્થાએ આક્ષેપ નકારી કાઢ્યો છે અને ખુલ્લાસો કર્યો છે કે, અમે ધર્માંતરણ પ્રવૃત્તિ કરતા નથી. અમારે ત્યાં રહેતી 24 ક્ધયાઓ અમારી સાથે પ્રાર્થનામાં જોડાઈ છે. પણ અમે કોઈનું ધર્માંતરણ કર્યું નથી કે દબાણ કર્યું નથી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here