વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૨૧,૨૩૩ ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક ૨૩૬

58

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૨૧,૨૩૩ પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક ૨૩૬ થયો છે. વડોદૃરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૬૧૭ લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ ૧૩૮૦ એક્ટિવ કેસ પૈકી ૧૪૫ દર્દી ઓક્સિજન પર અને ૪૬ દર્દી વેન્ટિલેટર પર છે અને ૧૧૮૯ દર્દીની હાલત સ્થિર છે.

વડોદૃરા રૂરલમાં સૌથી વધુ ૬૫૮૩ કેસ શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૧,૨૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૩૧૬૬, પશ્ર્ચિમ ઝોનમાં ૩૪૩૨, ઉત્તર ઝોનમાં ૪૧૯૪, દક્ષિણ ઝોનમાં ૩૮૨૨, વડોદરા ગ્રામ્યમાં ૬૫૮૩ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શહેર: ગોરવા, નિઝામપુરા, છાણી, અમિતનગર, કારેલીબાગ, હરણી રોડ, ખોડિયારનગર, ફતેપુરા, પોલો ગ્રાઉન્ડ, નવાપુરા,દંતેશ્ર્વર, આર.વી.દેસાઈ રોડ, ફતેપુરા, રાજમહેલ રોડ, લાલબાગ, તાંદલજા, સુભાનપુરા

ગ્રામ્ય: સાવલી, બીલ, બાજવા, ધનિયાવી, આસોજ, વાઘોડિયા રોડ, કરજણ, ડભોઇ