વડોદરામાં કોરોનાની રસી લીધાના ત્રીજા દિવસે મહિલાનું મોત…!

101
વડોદરા-VADODARA-VACCINE
વડોદરા-VADODARA-VACCINE

Subscribe Saurashtra Kranti here

વડોદરાનાં આજવા રોડ પર રામદેવનગર વિસ્તારમાં રહેતી ૬૦ વર્ષની મહિલા

વડોદરાના આજવા રોડ પર રહેતી મહિલાએ હજુ ત્રણ દિવસ પહેલાં જ કોરોનાની રસી લીધી હતી. એ પછી તેમને ખાસી અને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમને કોરોના હતો કે કેમ? તેની તપાસ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાયો છે. જો કે રિપોર્ટ આવવાનો બાકી છે.

આજવા રોડ પર રામદેવનગર વિસ્તારમાં રહેતી ૬૦ વર્ષની મહિલાએ હજુ ૨૦ માર્ચે કોરોનાની રસી લીધી હતી. જો કે રસી લીધા બાદ છેલ્લા ૩ દિવસથી તેમને ખાસીની તકલીફ થતી હતી તેમજ તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેમનો શ્ર્વાસ ચઢવા લાગતા સારવાર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

Read About Weather here

કોરોનાની વેક્સિન લીધા પછી ત્રણ દિવસના ગાળામાં જ મહિલાનું મોત થતાં હોસ્પિટલના સત્તાધીશોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આખરે મોતને ભેટનાર મહિલાને કોરોના હતો કે કેમ તે અંગે ટેસ્ટ કરવામાં આવ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here