17 May, 2021
HomeGUJARATવડોદરામાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી: કોઇ જાનહાનિ નહી

વડોદરામાં એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી: કોઇ જાનહાનિ નહી

વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આજે સવારે એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કાબૂમાં આવે તે પહેલા જ તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી.

વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં એક મકાનમાં આગની ઘટના બની હતી. જેથી એક સમયે અફરાતફરી થઇ હતી. આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરમાં ગેસ બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર બ્રિગેડના કર્મચારીએ જણાવ્યું હતું કે, શિયાપુરા વિસ્તારમાં મીઠીબા હોલની પાછળ આગ લાગી હોવાનો કોલ મળતા અમે પહોંચી ગયા અને આગ બુઝાવી દીધી હતી. જોકે કેટલુ નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. પણ ગેસ કનેક્શનના કારણે બોટલ લીકેજ હોવાથી આગ લાગી હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!
Enable Notifications    OK No thanks