વડોદરા પાસે ૨૪ કલાકમાં અલગ-અલગ ૩ અકસ્માતમાં ૩ લોકોના મોત થયા છે. જેમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લામડાપુરા પાસે આજે વહેલી સવારે ડમ્પરની અડફેટે ૪૦ વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સાવલી પાસે ગરધીયા ગામના બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલા બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા રાહદૃારી બળદૃેવભાઇ રાઠોડીયાને અડફેટે લેતા મોત થયું હતું. મંજુસર પાસે ટેક્ધરની અડફેટે પતિ-પત્ની અને પુત્રને અડફેટે લેતા પત્નીનું મોત નીપજ્યું હતું.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના પસવા ગામે રહેતા ભાઇલાલભાઇ મોતીભાઈ રોહિત(ઉ.વ.૪૦) મંજુસરમાં આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતાં હતા. લામડાપુરાથી મંજુસર તરફ જવાના માર્ગે પૂરપાટ ઝડપે જઇ રહેલા ડમ્પરે ભાઇલાલભાઇને અડફેટે લીધા હતા. જેથી તેઓ ટુ-વ્હીલર સાથે ફંગોળાયા હતા. તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું.
બીજી તરફ વડોદરા જિલ્લાના શરેખી ગામનું દૃંપતી અને પુત્ર બાઇક પર મંજુસર પાસેથી પસાર થઇ રહૃાા હતા. ત્યારે ટેક્ધરે પતિ-પત્ની અને પુત્રને અડફેટે લીધા હતા. જેમાં પત્ની ભાવનાબેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ પર દૃોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને ટેક્ધર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના સાવલી પાસે ગરધીયા ગામના બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલા બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા રાહદૃારી બળદૃેવભાઇ રાઠોડીયાને અડફેટે લીધા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સાવલી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.