વડોદરાનું વર્ષ 2020-21ના રીવાઇઝ્ડ બજેટ રજૂ કરાયું, જાણો પ્રજાને શું મળ્યું, કેવા કરબોજા નંખાયા?

10
AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

વડોદરાનું ૧૮૪.૫૩ કરોડના પુરાતવાળુ ૩૮૦૪.૮૧ કરોડનું ડ્રાટ બજેટ

કોર્પોરેશન વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રૂપિયા ૩૭૬૯ કરોડનું હતું એટલે કે આ વખતે તેના કરતાં બજેટમાં વધુ રૂપિયા ૧૧૨ કરોડ ફાળવ્યા છે. ગુજરાતમાં વડોદરા સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવાના કારણે બજેટ તેના નિયત સમય કરતા આશરે દોઢ મહિના લેટ રજૂ થયું છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે વિકાસના કામો પર બ્રેક વાગી ગઈ હતી. કોરોનાની અસરને લીધે ચાલું નાણાકીય વર્ષમાં આવકનો રૂપિયા ૪૯૧ કરોડનો જે ટાર્ગેટ મૂકવામાં આવ્યો હતો. તે હજી સુધી પૂરો થઈ શક્યો નથી.

અત્યાર સુધીમાં રૂપિયા ૪૪૪ કરોડની જ આવક થઈ શકી છે. અને હવે ટાર્ગેટ પૂરો કરવા માટે બાકી વેરો વસૂલ કરવા મિલકતોને સીલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આજે વર્ષ ૨૦૨૦-૨૧નું રૂપિયા કરોડનું રીવાઇઝ બજેટ પણ રજૂ કર્યું હતું. કમિશનરે તેમની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, વિકાસના કામોનાં ટાર્ગેટ પૂરા કરવા માટે પીપીપી ધોરણે કામો કરવામાં આવશે અને વધારાની નાણાંકિય જરૂરિયાત આંતરિક ભંડોળ કે બહારની સંસ્થાઓ અને બેંકો પાસેથી લોન મેળવીને કરવામાં આવશે.

Read About Weather here

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા ઉપર ભાર મુકવામાં આવશે. કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા બીલ, ભાયલી, સેવાસી, ઉડેરા, વડદલા સહિતના ગામોમાં પાણી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે. પાણી માટે નવા સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here