આમ આદમી પાર્ટી પ્રેરીત પરિવર્તન પેનલના સમર્થનમાં ચૂંટણી સભા
હવે પરિવર્તન પેનલને તક આપવા અપીલ
વડિયા તાલુકામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે. ત્યારે આમ આદમી પાર્ટી પ્રેરીત પરિવર્તન પેનલમાં સમર્થનમાં આપના નેતા ઈસુદાન ગઢવીનો રોડ-શો અને જાહેરસભા યોજાયા હતા.
સમગ્ર રાજ્યના ગામડાઓમાં હાલ ગ્રામપંચાયતની ચૂંટણીનો જંગ ચરમ સીમા પર છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે ભાજપના ગઢ સમાન વડિયામાં હાલ ત્રણ પેનલો ચૂંટણી મેદાનમાં છે જેમાં બે ભાજપ સમર્પિત ઉમેદવારોની પેનલો અને એક આમ આદમી પાર્ટી સમર્પિત પેનલ ચૂંટણી મેદાનમાં છે. ભાજપના ગઢમાં ગાબડાં પાડવા માટે આમ આદમી પાર્ટી પ્રેરિત પરિવર્તન પેનલના સરપંચ પદના ઉમેદવાર પ્રમોદ ગઢીયા અને તેના વોર્ડ સભ્યોના સમર્થનમાં વડિયાની મુખ્ય બજારમાં રોડ શો કરી વડિયા સ્થિત લોહાણા મહાજન વાડીમાં એક ચૂંટણી સભાનુ આયોજન કરાયું હતુ. જેમાં વડિયાના આસપાસના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં ઈસુદાન ગઢવી દ્વારા સરકાર દ્વારા લેવાતા ટેક્સ અને એ ટેક્સના રૂપિયા બહુચસિયાના ખાતામાં જ જાય છે ત્યારે એક યુવા, શિક્ષિત અને કાર્યશીલ પરિવર્તન પેનલના ઉમેદવારને જીતાડવા અપીલ કરાઈ હતી. તો ગ્રામીણ પંચાયતથી રાજકીય માહોલ અનેદેશ અને રાજ્યની ચૂંટણીના બીજ નુ વાવેતર થતુ હોય છે. ત્યારે ગામના વિકાસ માટે પરિવર્તન પેનલના ઉમેદવારને જીતાડવા અપીલ કરાઈ હતી.
Read About Weather here
સમગ્ર રોડ-શોમાં પણ લોકોનું સમર્થન વડિયા ગામની બજારમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ ઝીલ્યું હતુ. અને લોકોને પોતાના સમર્થન વાળા ઉમેદવારોને જીતાડવા અપીલ કરાઈ હતી. પરિવર્તન પેનલ પ્રેરિત આ આમ આદમીના નેતાઓની આ સભાથી વડિયા ગ્રામપંચાયત ચૂંટણીના રાજકીય માહોલમાં ગરમાવો આવતો જોવા મળ્યો છે. આત્રી પાંખીયા જંગમાં ભાજપના બે પેનલના આંતરિક કલહમાં આપ કેટલું સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. આ સભાથી ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો ચોક્કસ થતો જોવા મળ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here