વડાળી ગામે સિંહે વાછરડીનું મારણ લોકોમાં ફફડાટ

55

અત્યાર સુધી ૭ પશુના મારણ કર્યા

રાજકોટ તાલુકાને સિંહોએ જાણે પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હોય તેમ એક પછી એક સિંહના ગ્રુપ રાજકોટ તાલુકા તરફ આવી રહૃાાં છે. સિંહોનું ત્રીજુ ગ્રુપ રાજકોટ તાલુકામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ૫ સિંહો બામણગઢમાં જોવા મળ્યાં હતા. જ્યારે વડાળી ગામમાં સિંહે એક વાછરડીનું મારણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ખેડૂતોમાં ભય વધી રહૃાો છે. ૨ દિવસ પહેલા પણ સિંહોએ વડાળી ગામમાં મારણ કર્યુ હતું. વડાળી ગામના આગેવાને જણાવ્યું હતું કે, વડાળી ગામમાં છેલ્લા ૭ દિૃવસથી િંસહોએ ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં ૭ પશુના મારણ કર્યા છે.

છેલ્લા ૪૦ દિવસથી સિંહોએ રાજકોટ તાલુકામાં ધામા નાખ્યા છે. આ સિંહોએ અત્યાર સુધીમાં ૪૦થી વધુ મારણ કર્યા છે. આજે વડાળી ગામમાં એક વાછડીનું મારણ કર્યુ હતું. જ્યારે ૨ દિવસ પહેલા પણ સિંહોએ વડાળી ગામમાં મારણ કર્યુ હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ અને પોલીસ કાફલો વડાળી ગામ પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરી રહૃાું છે.

રાજકોટમાં એક મહિનાથી સિંહ ત્રિપુટીએ મુકામ કર્યો છે અને આજી ડેમ સુધી પહોંચી ગયા છે. બીજું ૧૦ સિંહનું ટોળું જેતપુરના આરબટીંબડી પાસે દેખા દઈ રહૃાું છે અને રાજકોટ-જૂનાગઢની સીમ પાસે છે. ત્યારે વધુ એક ગ્રુપ જેતપુરના બામણગઢ પાસે આવ્યું છે. જેતપુરમાં ખારચિયા પાસે આવેલા બામણગઢ ગામે બે દિવસ પહેલા સિંહ દેખાયાની વાત મળી હતી અને સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી અને શનિવારે આખી રાત જાગ્યા હતા અને ત્યારે પણ ૩ સિંહ જોવા મળ્યા હતા.