લોકોને ફાયદો ન મળે ત્યાં સુધી વિજ્ઞાન-તકનીક અધૂરી: મોદી

76

ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયસન્સ ફેસ્ટિવલમાં વડાપ્રધાનનું સંબોધન

ઈન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ પર આયોજીત ઉદ્ઘાટન સમાહોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે કહૃાુ કે, સાયન્સ અને તકનીક ત્યાં સુધી અધુરી રહેશે જ્યાં સુધી સામાન્ય લોકોને તેનો ફાયદો મળતો નથી.

પીએમ મોદીએ કહૃાુ કે, તહેવાર, ઉત્સવ ભારતની સંસ્કૃતિ પણ છે અને પરંપરા પણ છે. આજે આપણે વિજ્ઞાનની ઉજવણી કરી રહૃાાં છીએ. આપણે તે હૃાૂમન સ્પ્રિટની પણ ઉજવણી કરી રહૃાાં છીએ જે આપણે સતત ઇનોવેશન માટે પ્રેરિત કરે છે. તેમણે કહૃાું કે, શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા ફેરફારોને કોમ્પ્લિમેન્ટ કરવા માટે અટલ ઇનોવેશન મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન એક પ્રકારે ઇક્ધ્વાયરી, એન્ટરપ્રાઇઝને, ઇનોવેશનને સેલિબ્રેટ કરે છે.

પ્રધાનમંત્રીએ કહૃાુ કે, હાલમાં ભારતે વૈભવ સમિટનું પણ આયોજન કર્યુ હતું. મહિના સુધી ચાલેલી આ સમિટમાં વિશ્ર્વથી ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને સંશોધકો એક મંચ પર ભેગા થયા હતા. તેમાં આશરે ૨૩ હજાર સાથીઓએ ભાગ લીધો, ૭૦૦ કલાકથી વધુ ચર્ચા થઈ હતી.

વિજ્ઞાનના મહત્વની વાત કરતા પીએમ મોદીએ કહૃાુ કે છેલ્લા છ વર્ષમાં યુવાઓને અવસરો સાથે જોડવા માટે દેશમાં વિજ્ઞાન અને તકનીકના ઉપયોગનો વિસ્તાર કરવામાં આવ્યો છે. સાયન્સ અને તકનીક ભારતમાં અભાવ અને પ્રભાવના ગેપને ભરવાનો ખુબ મોટો બ્રીજ બની રહી છે.

પ્રધાનમંત્રીએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં કહૃાુ કે, આજે ગામમાં ઇન્ટરનેટ યૂઝરોની સંખ્યા શહેરોથી વધુ છે. ગામનો ગરીબ કિસાન પણ ડિજિટલ પેમેન્ટ કરી રહૃાો છે. આજે ભારતની મોટી વસ્તુ સ્માર્ટ ફોન આધારિત એપ સાથે જોડાયેલી છે. તેમણે કહૃાું કે, આજે ભારત ગ્લોબલ હાઈટેક પાવરના ઇવોલ્યૂશન અને રિવોલ્યૂશન બંન્નેનું સેન્ટર બનેલું છે.

પીએમ મોદીએ કહૃાું કે, વિજ્ઞાન વ્યક્તિના અંદૃરના સામર્થ્યને બહાર લાવે છે. આ સ્પ્રિટ આપણે કોવિડ વેક્સિન માટે કામ કરતા આપણા વૈજ્ઞાનિકોમાં જોઈ છે. આપણા વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ લડાઈમાં દેશને સારી સ્થિતિમાં રાખ્યો છે.