લોકોના હિત માટે કામ કરતી સંસ્થાના કાવતરાનો આરટીઆઈમાં થયો પર્દાફાશ

35

સુરત શહેરમાં ચાલતી નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ રસુલ પઠાણ અને તેના ભાઇએ સાગરીતો સાથે મળી ભેસ્તાનમાં રહેતા દૃંપત્તિના ચાર પ્લોટ બોગસ દૃસ્તાવેજો બનાવી પચાવી લેવાના કેસમાં સચીન પોલીસે ગુનો નોંધ્યો હતો. લોકોની મદદ માટે કામ કરનાર ટ્રસ્ટ વિવાદૃમાં આવી ગયું છે જેનું કારણ છે ટ્રસ્ટનો પ્રમુખ આરોપી બની ગયો છે. માન દરવાજા ટેનામેન્ટમાં રહેતી ૩૩ વર્ષીય અફસાના શેખ અને તેનો પતિ સાજીદ શેખ ઘરેથી જ કટલરીનો વ્યવસાય કરે છે અને વર્ષ ૨૦૧૩માં તેમણે ભેસ્તાન ઉમીદનગરમાં આવેલા પ્લોટ નંબર ૯૧, ૯૨, ૧૩૧ અને ૧૩૨ એમ ચાર પ્લોટ ૭.૨૦ લાખમાં લીધા હતા.

આ પ્લોટ પોતાના પતિએ ૧૯૮૪માં ખરીદ્યો હોવાનો દાવો કરી ગોપીપુરા તાતવાડામાં રહેતાં અને નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ રસુલ પઠાણ તેના ભાઈ ઇબ્રાહિમ રસછપઠાણે દૃાવો કર્યો હતો. સચીન પોલીસ મથકે અરજી કર્યા બાદૃ લોકડાઉન દરમિયાન આ પ્લોટ ઉપર ગ્રાઉન્ડ લોર સુધીનું બાંધકામ કરી દૃેતી મ.ન.પા.એ આ મિલકત સીલ કરી દીધી હતી.

આ પ્લોટ હોવાનું જણાવી ધાકધમકી આપી રહેલાં પઠાણ ભાઈઓ અને મીઠી ખાડીના કલીમ મુનાફ શાહ દ્વારા જે દૃસ્તાવેજોને આધારે આ મિલકત ઉપર દૃાવો કરવામાં આવ્યો હતો. તેના દૃસ્તાવેજો આર.ટી.આઇ. દ્વારા મેળવી તપાસ કરવામાં આવતાં ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુસુફ એન્ડ કંપનીએ રજૂ કરેલાં દૃસ્તાવેજો બોગસ હોવાનું જણાઈ આવતાં પોલીસે છેતરિંપડી, ફોડ ડોક્યુમેન્ટ અને કાવતરાંની કલમ સાથે ગુનો દૃાખલ કર્યો છે.