લીંબડીમાં એક જ રાતમાં ૧૫ દુકાનોના તાળાં તૂટતા લોકોમાં ફફડાટ

8

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે ૧૫ દૃુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠ્યા છે.સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ગામે તસ્કરોની ગેન્ગે પોતાનું ઓપરેશન પાર પાડ્યું હતું. લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની રાતે જ મુખ્ય બજારની ૧૫થી વધુ દૃુકાનોના તાળા તૂટતા નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

લીંબડી શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરો દ્વારા એક સાથે અંદાજે ૧૫થી વધુ દૃુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચોરી થયેલી આ તમામ દૃુકાનોમાંથી રોકડ અને માલ સામાન સહીત અંદાજે લાખોના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા. આ સનસનીખેજ ચોરીના બનાવની જાણ થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

તસ્કરો દ્વારા ચોરીના બનાવથી દૃુકાનદૃારો અને વેપારીઓમા પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ પોલિસે પણ તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત, એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીના બનાવની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.