રામમંદિર માટે લઘુમતી સમાજના ડોક્ટર પરિવારે દાન આપી એકતાના દર્શન કરાવ્યા

59


રામમંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરીવારે દાન આપીને એકતાના દર્શન કરાવ્યા છે. આ મુસ્લિમ તબીબ દંપતીએ રામમંદિરના નિર્માણ માટે રૂપિયા ૧.૫૧ લાખનું દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે, એટલું જ નહિ લોકડાઉનમાં પણ સતત આ દંપતીએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તેમજ સેવા માટે આગળ રહૃાા હતા. આ વિશે જાણવા મળી રહૃાું છે કે પાટણમાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ (લઘુમતી) સમાજનું તબીબ દંપતી આગળ આવ્યું છે. મુસ્લિમ તબીબ દંપતીએ રામમંદિરના નિર્માણ માટે રૂપિયા ૧.૫૧ લાખનું દાન આપ્યું છે.

લઘુમતિ સમાજના આ તબીબ દંપતીએ રામમંદિરના નિર્માણ માટે દાન આપી એકતાના દર્શન કરાવ્યા છે, એટલું જ નહિ આ મુસ્લિમ તબીબ દંપતીએ એક વર્ષ પહેલા અયોધ્યા જઇને રામજન્મભૂમિના દર્શન કર્યા અને મંદિર નિર્માણ માટે દુઆ (માનતા) પણ માંગી હતી. આજે આ મુસ્લિમ દંપતીની માનતા પુર્ણ થતા તબીબ દંપતીએ રૂપિયા ૧.૫૧ લાખનું દાન આપ્યું છે અને તેમને રાષ્ટ્ર માટે ગૌરવ અને અભિમાન હોવાનું ગર્વ અનુભવ્યું છે. એવું નથી કે લઘુમતિ સમાજના આ તબીબ દંપતીએ માત્ર રામમંદિરના નિર્માણ માટે જ હાલમાં જ દાન આપ્યું છે. પરંતુ જ્યારે તેઓ અયોધ્યા ગયા હતા ત્યારે ત્યાં પણ દાન આપ્યું હતું અને આ નવીન મંદિર નિર્માણમાં દરેક લોકોએ દાન આપવું જોઈએ તેમ જણાવ્યું છે.

સર્વ ધર્મ સમભાવની વિચારધારા અપનાવી એક થઈ આસ્થાના આ કામમાં આ દાન કરવું જોઈએ તેવું ડોકટરનું માનવું છે. તેમણે જણાવ્યું કે ભગવાન રામે કોઈ ઉચ્ચ કે નીચનો ભેદભાવ રાખ્યો નથી તે પ્રકારે દેશમાં તમામ લોકો સમાન રીતે રહી અને દેશની સમૃદ્ધિમાં યથાશક્તિ ફાળો આપે તેવો ડોક્ટરે મત વ્યક્ત કર્યો હતો. જોકે આ ડોકટર અને તેમના પત્ની અયોધ્યામાં એક વર્ષ અગાઉ ગયા હતા અને ત્યાં શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવી એકતાના દર્શન કરાવ્યા છે. તે સાચે જ આજના સમયની માંગ છે.