રાત્રિ કર્ફ્યૂએ લીધો બાળકીનો જીવ

32
કર્ફ્યૂ-SURAT
કર્ફ્યૂ-SURAT
સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ મોત: જવાબદાર કોણ???

રિક્ષા કે અન્ય વાહન ન મળતાં માતા બાળકીને ખભે નાખી હોસ્પિટલ જવા નીકળી હતી

રાત્રિ કર્ફ્યૂ

Subscribe Saurashtra Kranti here

સુરત: પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી. જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું. માતા બાળકીને પોતાના ઘરેથી લઈને અંદાજે પાંચેક કિલોમીટરથી વધુ સોસિયો સર્કલ સુધી ચાલીને આવી ગઈ હતી.

હવે ત્યાંથી માત્ર દોઢેક(1.5કિમી) દૂર જ સિવિલ હોસ્પિટલ હતી. પરંતુ એ અગાઉ જ બાળકીએ દમ તોડી દીધો હતો. જેથી માતાએ રસ્તા વચ્ચે જ હૈયાફાટ રૂદન કરવાનું શરૂ કરી દીધું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ પેદા થયો છે. બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો. રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો, જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી. આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.

Read About Weather here

માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી, પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો. બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં. સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી. એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી. ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર, હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here