કોરોનાના મહામારીને કારણે રાજ્યય સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ડિસેમ્બર સુધી શાળાઓ ન ખોલવા સરકાર મક્કમ છે. તજજ્ઞોનાં મત પ્રમાણે, શિયાળામાં કોવિડ ૧૯નું સંક્રમણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જેથી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે શિયાળો શરૂ થશે. હાલની પરિસ્થિતિમાં તો કોરોનાનું સંક્રમણ મહદઅંશે ઘટી રહૃાું છે ત્યારે સરકાર દિવાળી બાદની પરિસ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ કોઇ ચોક્કસ નિર્ણય લેઇ શકે છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે, આ અંગે વાલીઓ અને સંચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સંભાવના તો એવી પણ છે કે, ડિસેમ્બર સુધીમાં કોરોના વાયરસને નાથવા માટે કોઇ રસી પણ આવી શકે છે. એટલે સૂત્રોનું માનીએ તો ડિસેમ્બરમાં ગુજરાતમાં શાળા ખૂલે તેવું વાતાવરણ સર્જાઇ રહૃાું છે.
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે ૧૫ માર્ચના રોજથી ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૬ માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે ૨૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ ૭ મહિનાથી સ્કૂલો બંધ છે. બાળકો નવા શૈક્ષણિક વર્ષનું ભણતર ઓનલાઇન જ લઇ રહૃાાં છે.