ગુજરાતમાંથી ચોમાસું વિદૃાય લઇ રહૃાું છે ત્યારે દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહૃાો છે. ત્યારે આગામી ૧૬ થી ૧૯ ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને અલર્ટ આપવામાં આવ્યું છે. હાલ હૈદરાબાદ પર સક્રિય વરસાદી સિસ્ટમ મુંબઇના માર્ગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇથી પસાર થયા બાદ વરસાદી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા ગુજરાતમાં વરસાદ આવશે, જેમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે તેવું હવામાન ખાતાનું કહેવું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તિના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ મુજબ પોરબંદર, જૂનાગઢ, જામનગર, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ સહિત વિસ્તારોમાં વરસાદ દસ્તક આપી શકે છે. ત્યારે અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝપટા પડી શકે છે. તેથી માછીમારોને ૩ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. રાજ્યમાં વિદાય સાથે ફરી મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હજી વરસાદનું આગમન થયું નથી, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદ વરસી રહૃાો છે. ખાસ કરીને મુંબઈમાં હિન્દમાતા, પરેલ, ભાયખલ્લા રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે િંસધુદૃુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. કોલાબામાં અત્યાર સુધીમાં ૮૫ મિલીમીટર, સાંતાક્રૂઝમાં ૬૬ મિમી, વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે િંસધુદૃુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. તો બીજી તરફ, દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. તેલંગણા અને આંધ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં ૧૯ લોકોના જીવ ગયા છે.