રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહનું ૮૬ વર્ષની વયે નિધન

11

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચુકેલા અંશુમાન સિંહનું ૮૬ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજકીય ક્ષેત્ર અને તેમના શુભિંચતકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ૮૬ વર્ષીય અંશુમાન સિંહએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈંસ્ટિટ્યૂટ લખનઉ ખાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો.

અંશુમાન સિંહની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. જ્યારે તેમણે આજે અંતિમ શ્ર્વાસ લેતાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ પૂર્વ રાજ્યપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અંશુમાન સિંહે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે ૧૬ જાન્યુઆરી ૧૯૯૯ના રોજ પદભાર ગ્રહણ કર્યો હતો.

પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહના નિધન પર આજે રાજસ્થાનમાં એક દિવસીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સરકારી કાર્યાલયોમાં એક દિવસ રાજકીય શોકના કારણે રજા રાખવામાં આવી હતી. મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા.

Previous articleપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના મોટાભાઇનું ૧૦૪ વર્ષની વયે નિધન
Next articleશાહી પરિવારથી અલગ થવાનો નિર્ણય વિચાર્યા બાદ લીધો: પ્રિન્સ હેરી