રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ ઝડપાયાં, એક મહિલા પણ સામેલ

33

કોરોના મહામારીના સમયમાં વધુ એકવાર બનાસકાંઠાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઇકો ગાડી, એમડી ડ્રગ્સ સહિત ૪.૯૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એક્સ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાખણી તાલુકાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા એક મહિલા સહિત પાંચ લોકોની પોલીસે અટકાયત કરી છે. જેમાં રાજસ્થાનના સાંચોર ગામેથી રવિ નામના વ્યક્તિ પાસેથી એમડી મેફેડ્રોન ડ્રગ્સ લઈને ઇકો ગાડીમાં પાંચ લોકો ગુજરાત તરફ આવી રહૃાા હતા.આ દરમિયાન લાખણી તાલુકાના આગથળા ગામ પાસે અચાનક સ્ટિયિંરગ પરનો કાબૂ ગુમાવતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં શંકા જતા પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદમાં પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. આ સાથે પોલીસે ઇકો કાર સહિત કુલ ચાર ૪.૯૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પાંચેય આરોપીઓ સામે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.