રાજયમાં કોરોના ટેસ્ટ હવે સસ્તામાં, અનેક ગામો-શહેરો સ્વૈચ્છાએ બંધ

રાજયમાં કોરોના ટેસ્ટ હવે સસ્તામાં
રાજયમાં કોરોના ટેસ્ટ હવે સસ્તામાં

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11403 કેસ અને વધુ 117 દર્દીઓનાં મોત, સૌરાષ્ટ્રમાં કોરોનાની વહી રફતાર 1900 કેસનો નવો વિક્રમ, 178નાં મૃત્યુ, રાજકોટમાં પીછો છોડતો નથી કોરોના વધુ 66 માનવ જીદગી છીનવી લીધી

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની મહામારી સામે સરકારની રાહ જોયા વિના જનતા ખુદ હવે મુકાબલો કરવા માટે સજ્જ બની રહી છે અને શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં વેપારીઓ તથા આમ જનતા દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવી રહયું છે. કોરોનાના કપરા સમયમાં આવેલા એક મહત્વના સમાચારમાં કોરોનાનું ટેસ્ટીંગ કરવાનું હવે સસ્તુ થવાના પગલા લેવામાં આવ્યા છે. આજથી લેબોરેટરીમાં કરાતા કોરોના ટેસ્ટનો ચાર્જ ઘટાડીને રૂ.700 કરવામાં આવ્યો છે. જયારે ઘર બેઠા ટેસ્ટ કરાવવાનો ચાર્જ રૂ.900 નક્કી કરવામાં આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

રાજયમાં એક પછી એક શહેરો અને ગામો સામેથી બંધ થઇ રહયા છે. વલસાડ પંથકના સંખ્યા બંધ ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બજારો અને દુકાનો બંધ થઇ રહયા છે. કેટલાક રાજયોમાં રાત્રી કફર્યુ પણ લાગુ કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકા અને ગામડાઓમાં બંધ જાહેર કરવામાં આવ્યું છે. જામનગર પાસે બેડી ગ્રામ પંચાયતે આંશીક લોકડાઉન જાહેર કર્યુ છે. ભાવનગર તાલુકા અને ગામડાઓમાં પણ સ્વૈચ્છીક રીતે લોકો અને વેપારીઓએ બંધ જાહેર કર્યુ છે. વલભીપુર અને સણોસરામાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. વડોદરા પાસેના નસવાડીમાં પણ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદની સ્થિતિ વધુને વધુ વિસ્ફોટ બની રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસો 1 લાખની સપાટી પર પહોંચી રહયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 28 અને સુરતમાં 28 દર્દીઓનાં મોત થયા હતા. ગુજરાતનો કુલ મૃત્યુઆંક વધીને 5266 થઇ ગયો છે.

સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા એકધારી વધી રહી છે. વધુ 1312 દર્દીઓ ગંભીર બન્યા છે. સુરતા રાંદેડ, અઠવા વગેરે વિસ્તારોમાં કેસો વધી રહયા છે. કતારગામમાં પણ કોવીડ સંક્રમણ ઝડપથી ફેલાય રહયું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનની 20 હજાર લીટરની ટાંકી મુકવામાં આવી છે. સુરતમાં જવેલરીના વ્યવસાયમાં ઝાખપ લાગી ગઇ છે. સોની બજારના 70 ટકા વેપારીઓ કોવીડને કારણે મંદીના ભરડામાં આવી ગયા છે. મંગાયેલા ઓર્ડર પણ રદ થઇ રહયા છે.

ગુજરાતમાં કોવીડ ટેસ્ટીંગ હવે સસ્તુ બનશે રાજય સરકારે ચાર્જ ઘટાડવાનો આદેશ કર્યો છે એ મુજબ આજથી લેબોરેટરીમાં થતા કોરોના ટેસ્ટનો ચાર્જ રૂ.700 નક્કી કરાયો છે જયારે ઘરે ટેસ્ટ કરાવવાનો ચાર્જ રૂ.900 જેટલો રહેશે. રાજય સરકારે માં કાર્ડની મુદત પણ 30 જૂન સુધી લંબાવી છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાએ તાંડવ મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં વિક્રમી 1900 કેસો નોંધાયા છે. જયારે 178 દર્દીઓએ જાન ગુમાવ્યા છે.

Read About Weather here

રાજકોટમાં કોરોના પીછો મુકતો નથી છેલ્લા 24 કલાકમાં વધુ 66 દર્દીઓ મૃત્યુને ભેટયા છે. આ રીતે ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં 975 દર્દીઓએ જાન ગુમાવ્યા છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના 35 કેદીઓ સંક્રમીત થયા છે. મહેસાણા પાસે વીસનગર શહેરમાં અને યાર્ડમાં 4 દિવસનું લોકડાઉ જાહેર કરાયું છે. કચ્છના મુંદ્રા શહેરમાં પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આણંદ સહિત 7 નગરપાલિકાઓ પણ 30 એપ્રીલ સુધીનું લોકડાઉન જાહેર કર્યુ છે. આણંદ ઉપરાંત ઉમરેઠ, ખંભાત, બોરસદ, પેટલાદ, કરમસદ વગેરેમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોવિડને ડામવા નવો વેક્સિન વ્યૂહ : બે કંપનીને એડવાન્સ રૂ.4500 કરોડ ચુકવાયા
Next articleસિવિલમાં એન્ટ્રી માટે મેદાન ટૂંકું પડ્યું!