રાજકોટ સહિત રાજ્યમાં DEO-DPOની 45 થી વધુ જગ્યા ખાલી

રાજકોટ સહિત રાજ્યમાં DEO-DPOની 45 થી વધુ જગ્યા ખાલી
રાજકોટ સહિત રાજ્યમાં DEO-DPOની 45 થી વધુ જગ્યા ખાલી
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળાઓના શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે લખલુંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનું જોઇએ તેવું પરિણામ હજું હાંસલ થઇ શકેલ નથી.

Visit Saurashtra Kranti Homepage here

શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવામાં પણ શિક્ષણ વિભાગે સતત કસરત શરૂ રાખી છે. તેની સાથોસાથ જ્ઞાનશક્તિ-પ્રોજેક્ટ સહિતની નવી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ છે. પરંતુ રાજ્યમાં ખાલી પડેલી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પૂરવા માટે કોઇ કારણોસર હજુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.રાજકોટ સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી (ડી.ઇ.ઓ.) પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઓ)ની 45 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. જેના પગલે વહીવટમાં અનેક રૂકાવટો ઉભી થવા પામી છે.જેમાં રાજકોટમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ કૈલા ગઇકાલે નિવૃત્ત થતા જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની બંને જગ્યા ખાલી પડી છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં જામનગર અને મોરબીમાં પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની જગ્યા ખાલી પડી છે.

Read National News : Click Here

જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના 33 જિલ્લાઓમાં 45 થી વધુ શિક્ષણાધિકારીઓની જગ્યા ખાલી પડી છે. જેના કારણે વહીવટમાં રૂકાવટો ઉભી થઇ રહી છે. વર્ગ-1ના અધિકારીઓના અભાવે સરકારી અને ખાનગી શાળાઓ પર જે દેખરેખ રાખવી જોઇએ તે રાખી શકાતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેકટરો અને સરકારી માધ્યમિક શાળાઓના આચાર્યોને સિનિયોરીટીના ધોરણે શિક્ષણ સેવા સંવર્ગ-1માં બઢતી આપવા માટે યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.પરંતુ કોઇ કારણોસર કામગીરી અટકી પડી હોય અનેક અધિકારીઓ બઢતીની પ્રતિક્ષા માંડીને બેઠા છે. તાજેતરમાં શિક્ષણ મંત્રીએ પણ જાહેર કર્યું હતું કે પ્રકાશ પર્વ દિપાવલી બાદ રાજ્યમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની ખાલી પડેલી જગ્યા ભરી દેવાશે. રાજ્યમાં હાલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની 35થી વધુ જગ્યાઓ ખાલી હોય વહીવટમાં અનેક રૂકાવટો ઉભી થયાની ફરિયાદો ઉઠી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here