રાજકોટ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા યોજાઈ, આઠ સમિતિની રચના

91
રાજકોટ
રાજકોટ
રાજકોટ સામાન્ય સભામાં 31 સભ્યોની ઉપસ્થિત, કોરોના સંક્રમિત 5 સભ્યોએ રજા રિપોર્ટ મૂકી દીધો, કોરોના સામે જંગ લડવા પ્રમુખ – ડીડીઓએ રૂ. 10 – 10 લાખ ફાળાવ્યા ; 31 સભ્યોએ 1 – 1 લાખની ગ્રાન્ટ ફાળવી ; પ્રશ્ર્નોતરી કર્યા વગર જ સભા આટોપી લેવાઈ !

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ ઉભી થઇ છે.સરકારે સામાજિક ,ધાર્મિક, રાજકીય મેળાવડાઓ પર રોક લગાવી છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતની આજે રૈયા ચોકડી પાસે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં જુદી જુદી આઠ સમિતિની રચના કરવામાં આવી હતી.એક કલાકના સમયની અંદર જ પ્રશ્નોતરી કર્યા વગર સભાને આટોપીએ લેવામાં આવી હતી.કોરોના સામે જંગ લડવા માટે પ્રમુખ – ડીડીઓએ રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જ્યારે 36 સભ્યોએ રૂ. 1 લાખની રકમ ગ્રાન્ટ માટે ફાળવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા રૈયા ચોકડી ખાતે આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાઈ હતી. સામાન્ય સભામાં પ્રવેશતા પૂર્વે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભુપત બોદરના અધ્યક્ષ સ્થાને 31 સભ્યોની હાજરીમાં સામાન્ય સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સભામાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ,જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ , ઉત્પાદન ,સહકાર અને સિંચાઈ સમિતિની રચના કરી ચેરમેન – સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. આજે પ્રશ્નોતરી રદ કરીને માત્ર સમિતિઓની રચના કરવામાં આવી હતી.

Read About Weather here

ખાસ કરીને કોરોના કાળમાં આરોગ્ય વિભાગને મજબૂત કરવા માટે પ્રમુખ ભુપતભાઈ બોદર, ડીડીઓ અનિલ રાણાવસિયાએ રૂ. 10- 10 લાખ એમ કુલ 20 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જ્યારે હાજર રહેલા 31 સભ્યોએ રૂ. 1 લાખની ગ્રાન્ટ મળી કુલ રૂ. 31 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.મોટા ભાગના સભ્યોએ તાકીદે સૂચનો સ્વીકારી લીધા હતા.

અગાઉ 26 માર્ચના રોજ યોજાયેલી સામાન્ય સભાની જેમ જ રજીસ્ટર આઈ.ડીને બહાલી આપવામાં આવી હતી.વિપક્ષના સિનિયર સભ્ય અર્જુનભાઇ ખાટરિયાએ સામાન્ય સભામાં આવનાર દરેકના એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.જેના કારણે પાંચ સભ્યો પોઝીટીવ હોવાના અણસાર મળતા પોતે રજા રિપોર્ટ આપી રજા પર ઉતરી ગયા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleહિંમત ના હારો : કોરોના હારશે, ગુજરાત જીતશે : રૂપાણી
Next articleજાગી ઉઠયું કાઠીયાવાડી ખમીર, કોરોનાને ભરી પીવા રાજકોટ-સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સેવા યજ્ઞ