રાજકોટ જનરલ બોર્ડમાં પણ મોબાઇલ પર પ્રતિબંધ:રોગચાળો-કપાત, વળતરના મુદ્દા ગાજશે

રાજકોટ કોર્પોરેશનમાં વાહન ભાડાનો ખર્ચ વર્ષે દહાડે રૂ.2.18 કરોડ
રાજકોટ કોર્પોરેશનમાં વાહન ભાડાનો ખર્ચ વર્ષે દહાડે રૂ.2.18 કરોડ
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી 20મી નવેમ્બરના રોજ મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જે રિતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળતી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં મોબાઇલ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તે રિતે બોર્ડમાં પણ કોર્પોરેટરો કે પ્રેક્ષકો મોબાઇલ સાથે પ્રવેશી શકશે નહિં. 18 કોર્પોરેટરોએ 37 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. વિપક્ષ કોંગ્રેસ રોગચાળો અને જમીન કપાતના વળતરના મુદ્ે બોર્ડ ગજાવે તેવું લાગી રહ્યું છે. નામકરણ સહિતની 23 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.રાજકોટ કોર્પોરેશનમાં 20મીએ મળશે જનરલ બોર્ડની બેઠક: ભાજપના 17 કોર્પોરેટરોના 34 અને કોંગ્રેસના એક કોર્પોરેટરના ત્રણ સવાલો: નામકરણ સહિતની 23 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરો મોબાઇલ લઇને જઇ શકશે નહિં તેવી ઘોષણા આજે મેયર દ્વારા કરવામાં આવી છે. બોર્ડ-બેઠકના પ્રશ્ર્નોત્તરી કાળમાં કુલ 37 પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા વર્ષાબેન પાંધીના આંગણવાડી અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સંદર્ભના બે પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવશે. પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પણ બોર્ડમાં ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં 6 માસમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેટલા કેસ અને કેટલા દર્દીઓના મૃત્યુ થયા તેની વિગત માંગી છે. સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી જવાની ઘટનામાં અત્યાર સુધીમાં જે પણ તપાસ કરી હોય તેનો તપાસ રિપોર્ટ જાહેર કરવા, કોર્પોરેશન દ્વારા લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કેટલા રોડ પહોળા કરવામાં આવ્યા છે,

જનરલ બોર્ડના ઠરાવ વિરૂધ્ધ મિલકત કપાતના અસરગ્રસ્તોને શા માટે વળતર આપવામાં આવ્યું તે અંગેની માહિતી માંગી છે. ભવિષ્યમાં પણ જ્યારે મિલકત કપાતમાં લેવામાં આવશે ત્યારે આ પ્રશ્ર્ન ઉપસ્થિત થશે ત્યારે શું કરશો અને કોની જવાબદારી રહેશે. ખાસ કિસ્સામાં છૂટછાટ શા માટે અપાઇ અને આવું કરવા પાછળનો ઇરાદો શું તે અંગેની માહિતી માંગી છે. આ ઉપરાંત ભારતીબેન પરસાણા, અલ્પેશભાઇ મોરઝરીયા, જીતુભાઇ કાટોડીયા, નિતીનભાઇ રામાણી, મિત્તલબેન લાઠીયા, અશ્ર્વિનભાઇ પાંભર, ભારતીબેન પાડલીયા, રવજીભાઇ મકવાણા, હિરેનભાઇ ખીમાણીયા, કેતન ઠુમ્મર, ભાવેશ દેથરીયા, પરેશભાઇ પીપળીયા, કંચનબેન સિધ્ધપુરા, આશાબેન ઉપાધ્યાય અને દિલીપભાઇ લુણાગરીયાએ સવાલો પૂછ્યા છે.

Read National News : Click Here

બોર્ડમાં અલગ-અલગ વિભાગોમાં સ્ટાફ સેટઅપ રિવાઇઝ કરવા, ભરતી-બઢતીના નિયમોમાં સુધારો કરવા, નવી જગ્યાઓ ઉભી કરવા, નવા પશુત્રાસ અટકાવવા નિયંત્રણ માર્ગદર્શિકા લાગૂ કરવા, કાલાવડ રોડ પહોળો કરવા માટે કપાતમાં જતી મિલકતના માલિકોને વળતર આપવા, મ્યુનિસિપલ બોન્ડ માટે જરૂરી કમિટીની રચના કરવા, અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયમાં કોર્પોરેશનના પ્રતિનિધિની નિમણુંક કરવા, વોર્ડ નં.6માં નવી લાયબ્રેરીને ચાણક્ય પુસ્તકાલય નામ આપવા, પોપટપરા નાલાથી રેલનગર પમ્પીંગ સ્ટેશન સુધીના માર્ગને મંગળસિંહ સોઢા નામ આપવા, વોર્ડ નં.9માં રૈયા ગામથી આકાશવાણી ચોક અને યુનિવર્સિટી રોડને જોડતા રસ્તાને રૂપાબેન શીલુ નામ આપવા અને કોટક સ્કૂલની પાછળ રોકડીયા હનુમાનજી મંદિરને જોડતા માર્ગને ભગવાનજીભાઇ ચાવડા નામ આપવા સહિતની 23 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here