રાજકોટ કોર્પોરેશનમાં ધનતેરસના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની પરંપરા ચેરમેન જયમીનભાઇ ઠાકરે જાળવી રાખી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે અલગ અલગ 20 દરખાસ્તો અંગે નિર્ણય
કાલે સવારે 11 કલાકે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અમૃત કળશ યાત્રામાં થયેલા ખર્ચને બહાલી આપવા, ઇન્ડિયન સ્વચ્છતા લીગ કાર્યક્રમ માટે ટી-શર્ટ, ટોપી અને ઝંડી ખરીદવાનો રૂ.1.35 લાખનો ખર્ચ મંજૂર કરવા, વોટર વર્ક્સ શાખા માટે વાહન ખરીદવા, પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે મચ્છીઓ તથા ઇંડાની ખરીદી કરવા, કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓના અધિકારીઓના ઉપયોગ માટે રેઇટ કોન્ટ્રાક્ટથી 45 વાહનો ભાડે રાખવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોર્પોરેશનની માલિકીના કુલ 945 વાહનો હોવા છતાં દર વર્ષે વાહનો ભાડે રાખવામાં આવે છે. ગત વર્ષે વાહન ભાડાનો ખર્ચ રૂ.2.18 કરોડ જેવો થવા પામ્યો હતો.
Read National News : Click Here
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.4માં ચંદ્રપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ-ગટર નાંખવા માટે રૂ.12 લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતની કુલ 20 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે પૈકી 10 દરખાસ્તો માત્ર કર્મચારીઓને તબીબી સહાય ચૂકવવાની છે. દર વર્ષે ધનતેરસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની પરંપરા હોય જેને જાળવી રાખવા માટે આવતીકાલે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવામાં આવી હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here