રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ૧૨ હજાર ૩૦૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૮૨૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં સોમવારે ૯૮ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. બીજી તરફ રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયર વિભારે ૪૭ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. રાજકોટમાં ગઈકાલે રાત્રે રાત્રિ કર્યૂ દરમિયાન ૧૮૩ જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.આજે રાજકોટના જાણીતા કલાકાર બિપિન વસાણીનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી કલાકાર જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
તેઓ ગત ૨૨ નવેમ્બરથી સિવિલમાં કોરોનાની સારવાર લઈ રહૃાાં હતાં. રાજકોટ મનપા દ્વારા કોરોના વેકિસન માટે સર્વે અને નામ નોંધણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૮૪ હજાર વ્યક્તિઓના નામ નોંધાયા છે. જેમાં ૫૦થી વધુની ઉંમરના ૧૧૦૦ લોકોને વેક્સિનની જરૂર હોવાનું ખુલ્યું છે. જો કે હજુ ૩ દિૃવસ સુધી આ સર્વે ચાલનાર હોવાનું મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યુ છે. ૫૦ વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરી અને ડેટા બેંક બનવવામાં આવશે.
જ્યારે ૧૮થી ૫૦ વર્ષની વયના ગંભીર બિમારી ધરાવતા લોકોને કે જેમને ડાયાબીટીસ, બી.પી., કેન્સર, એઇડ્સ, કીડની સંબંધી રોગ, હાર્ટ ડીસીઝ, એચઆઈવી, મનોદિવ્યાંગ જેવા ક્રોનિક ડીસીઝ કે અસાધ્ય રોગ હોય તેવી પરિસ્થિતિવાળા વ્યકિતઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. ઇલેક્શન બુથ વાઈઝ યાદી તૈયાર કરી એક ડેટા બેંક તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૮૪૬૩૨ વ્યક્તિના નામો નોંધાયા છે.
Home GUJARAT